હેકની હોમ્સ વિશે

અમારૂં ધ્યેય, ઉત્કૃષ્ટ અને તરત જવાબી કાર્યવાહી કરનારી આવાસીય સેવાઓ સાથે સારાં ઘરો તેમજ સ્થાવર મિલકતો પહોંચાડવાનું છે, અને રહેવાસીઓ નિરોગી જીવન સુરક્ષિત અને સુસહ્ય સમાજમાં જીવી શકે એ માટે મદદ કરવાનું છે.

હેકની કાઉન્સિલ અને હેકની હોમ્સ

હેકની કાઉન્સિલ આશરે 23,500 ભાડાનાં ઘરો પર માલિકીહક્ક ધરાવે છે. આ ઘરો મુખ્યત્વે સ્થાવર મિલકતોમાં છે અને એ નિવાસખંડો, મેસોનેટ અને કેટલાંક ઘરોનું મિશ્રણ છે.

બધાં ઘરોનું વ્યવસ્થાપન, કાઉન્સિલ તરફથી હેકની હોમ્સ દ્વારા કરવામાં આવે છે. હેકની હોમ્સ કાઉન્સિલ કરતાં એક જુદી સંસ્થા છે. જો કે, એને કાઉન્સિલે જ ઘડ્યું હતું અને એનાં પર કાઉન્સિલ 100 % માલિકી હક્ક ધરાવે છે.

હેકની હોમ્સ તમારી ટેનન્સી (ભાડૂતનોં ભોગવટો) સંભાળે છે, તમને આવાસીય સેવાઓ આપે છે તેમજ તમારાં ઘરનું બધું સમારકામ પણ કરે છે.

હેકની કાઉન્સિલ હજુ પણ હેકનીમાં ઘર અપાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ભલે પછી એ કાઉન્સિલ દ્વારા આપવામાં આવ્યું હોય કે આવાસીય મંડળ દ્વારા, ત્યાં વહીવટી વિભાગમાં પુરતું સારૂં સામાજીક સ્તર ધરાવતાં ઘરો છે એ સુનિશ્ચિત કરવા માટે એ જવાબદાર છે. હેકની હોમ્સની નિયામક સમિતીનાં પાંચ સદસ્યો હેકની સભાસદો પણ છે જેથી તેઓ હેકની ઘરો કેવી રીતે ચલાવવા એનો નિર્ણય લેવામાં ભાગ ભજવે છે.

હેકની હોમ્સ શું છે?

હેકની હોમ્સ ભાડૂતો સાથે પૂર્ણ રીતે ચર્ચા કર્યા બાદ એપ્રિલ 06 માં શરૂ થયું હતું . એ એક લાભ નિરપેક્ષ કંપની છે જેનો અર્થ એ થાય છે કે એ બધાં પૈસાં જે એને ભાડું અથવા મંજૂરીમાંથી મળે છે એ હેકની કાઉન્સિલનાં ભાડૂતોને સારાં ઘરો અને સેવાઓ આપવામાં જાય છે.
એ એક એ.એલ.એમ.ઓ. પણ છે ( પ્રતીક રૂપે આર્મ્સ લેંથ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ). એનો અર્થ એ થાય છે કે એ કાઉન્સિલનો ભાગ નથી પણ એ કાઉન્સિલની માલિકીમાં છે.

અમારી પાસે અમારી પોતાની વ્યવસ્થાપન નિયામક સમિતી છે જે કાઉન્સિલનાં ભરોસે રહ્યા વગર સ્વતંત્ર પણે નિર્ણયો લે છે. નિયામક સમિતી છ ચૂંટાયેલાં રહેવાસી પ્રતિનિધિઓ, પાંચ સ્વતંત્ર નિમેલાં નિયામક સમિતીનાં સદસ્યો અને હેકની કાઉન્સિલ દ્વારા આયુક્ત પાંચ સભાસદોની બનેલી છે.

હેકની હોમ્સ સ્થાપવાનાં મુખ્ય કારણો એ હતાં કે જેમાં એક એવી સંસ્થા હોય જે હેકની કાઉન્સિલનાં ભાડૂતોને આપવામાં આવતી સેવાઓનું સ્તર સુધારવા માટે સમર્પિત હોય.

અમારાં મુખ્ય ઉદ્દેશ્યો

સારાં ઘરોનું ધોરણ

એ.એલ.એમ.ઓ. બનવાને લીધે હેકની હોમ્સ પાસે અતિરિક્ત સરકારી નિધિ મેળવવાની તક છે. આ નિધિ અમે અમારાં ઘરોને સરકારનાં સારાં ઘરોનાં ધોરણ સુધી પહોંચાડવા માટે ખર્ચ કરીશું. આ એક કાર્યક્રમ દ્વારા સાધ્ય કરવામાં આવશે જે ઘરોને અંદરથી (રસોડાં અને સ્નાન ગૃહો) અને બહારથી સુધારશે.

અમારાં મૂલ્યો