પરિચય

આ પુસ્તકનો હેતુ તમને હેકની કાઉન્સિલ સાથે તમારી ટેનન્સી અને હેકની હોમ્સ દ્વારા આપવામાં આવનારી આવાસીય સેવાઓ વિશે માહિતી આપવાનો છે.

કૃપા કરીને પુસ્તક તમારાં ટેનન્સી કરાર સાથે રાખો અને એમને કોઇક એવી જગ્યાએ મુકો કે જેનાંથી તમને સંદર્ભ મળવો સહેલો પડશે. કર્મચારીઓ હંમેશા તમારી સાથે વાત કરતી વખતે એમનો ઉલ્લેખ કરશે.

અગર તમને કોઇ પૂછ-પરછ કરવી હોય અથવા કાંઇક શોધી કાઢવું હોય તો, કૃપા કરીને તપાસી લો કે શું આ પુસ્તકમાં એનું સ્પષ્ટીકરણ કરેલું છે કે નહી. શરૂની અનુક્રમણિકા સૂચી તમે જે વિષય માટે જોઇ રહ્યા છો એને શોધવામાં મદદ કરશે. ત્યાર બાદ અગર તમને કોઇની સાથે વાત કરવી હોય તો, કૃપા કરીને અમરો સંપર્ક કરો.

information તમે જ્યાં નિશાની જુઓ ત્યાં જુદાં-જુદાં વિષયો પર વધુ વિગતવાર માહિતી ઉપલબ્ધ છે. તમને આ માહિતી તમારી નેબરહુડ ઓફીસમાંથી મળી શકે છે.

અમારો સંપર્ક

બધી જ નેબરહુડ ઓફીસો, ટી.એમ.ઓ. કાર્યાલયો, આવાસીય સંપર્ક કેન્દ્ર અને અન્ય ઉપયોગી ફોન નંબરો, આ હસ્ત પત્રિકાનાં ખાનાંમાં પાછળની બાજુએ સંપર્ક પત્રકમાં આપવામાં આવેલા છે.

અગર તમને કે તમારાં ઘરબારનાં સદસ્યને આ પુસ્તકનાં કોઇ પણ ભાગનું સ્પષ્ટીકરણ જોઇતું હોય, અથવા એને સી.ડી. કે ટેપમાં મુકવા ઇચ્છતો હોય અથવા મોટા અક્ષરવાળી પ્રત જોઇતી હોય તો, કૃપા કરીને અમને જણાવો.

અગર તમને તમારી માતૃભાષામાં અમારી સાથે વાત કરવી હોય, અથવા કોઇ દસ્તાવેજનું ભાષાંતર જોઇતું હોય, તો તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો.