તમારું ઘર ખરીદવું
અગર તમે તમારું ઘર ખરીદવા બાબત વિચારી રહ્યાં છો તો, તમારે શક્ય એટલી સલાહ અને માહિતી મેળવવા જોઇએ જેનાંથી તમને ખાતરી થાય કે તમે સાચો નિર્ણય લઇ રહ્યાં છો. અમે તમને માર્ગદર્શન અને સલાહ આપી શકીએ છીએ.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
ખરીદવાનો હક્ક કોને છે?
અગર તેઓ નિશ્ચિત વર્ષો માટે ભાડૂત તરીકે રહ્યાં હોય તો મોટાં ભાગનાં કાઉન્સિલનાં ભાડૂતો તેમનાં ઘરો ખરેદી શકે છે. ખરીદવાનો હક્ક જુઓ. અગર તમારી પાસે પ્રારંભિક અથવા પદચ્યુત ટેનન્સી હોય તો તમે ઘર ખરીદવામાટે અરજી કરી શકતાં નથી. પદચ્યુત ટેનન્સીનો સમયગાળો આપવામાં આવતાં વટાવ માટે ગણતરીમાં લેવામાં આવશે નહી.
તમારી સાથે વધારેમાં વધારે અન્ય 3 વ્યક્તિઓ મિલકત ખરીદી શકે છે. તેઓ સહ ભાડૂત અથવા તમારાં ઘરનો અન્ય કોઇ સદસ્ય હોઇ શકે છે. અગર એ તેમનું એક માત્ર અથવા મુખ્ય ઘર હોય તો અને તેઓ તમારી સાથે ઓછામાં ઓછાં 12 મહીના સુધી રહેતાં હોય.
અગર તમે તમારાં ટેનન્સી કરારની શરતોનો ભંગ કરો તો તમારા ખરીદવાનાં હક્કને ગુમાવવાનુ જોખમ છે. તમે તમારો ખરીદવાનો હક્ક ગુમાવી શકો છો જુઓ.
એક વખત તમે ઘર ખરીદવા માટેની અરજી કરી એટલે અમે માત્ર કાયદા મુજબ જે જરૂરી સમાર કામ હાથ ધરવાનું છે તે જ કરીશું.
મારે કેટલાં ચૂકવવા પડશે?
મિલકતને તેની બજાર કિંમત પ્રમાણે આંકવામાં આવશે. કિંમત આંકતી વખતે તમે જે સુધારાઓ હાથ ધર્યા હોય એનો સમાવેશ કરવામાં આવશે નહી. તમે કેટલાં લાંબા સમય સુધી ભાડૂત તરીકે છો એનાં આધારે તમને વટાવ મળી શકે. ખરીદવાનો હક્ક જુઓ. તમને નિશ્ચિત ફી ભરવી પડશે. ખરીદવામાં સમાયેલી કિંમતો જુઓ. તમારે એ પણ યાદ રાખવું પડશે કે એક વાર તમે તમારાં ઘરનાં માલિક થાવ એટલે તમારે વધારાના ખર્ચા થશે. તમે જ્યારે ખરીદ્યું જુઓ.
શું હું મારૂં ઘર પછીથી વેંચી શકું?
એક વાર તમે મિલકતનાં માલિક થાવ એટલે તમે એને વેંચી શકો છો. જો કે, તમે આ કેટલાંક વર્ષો સુધી કરી શકતાં નથી અને તમારે પૂર્ણ વટાવ અથવા તેનો અંશ જે તમને ઘર ખરીદ્યું ત્યારે મળ્યો હતો તે તમારે પાછો આપવો પડીશકે. તમે કેટલી જલ્દી વેંચવાનું નક્કી કરો છો એનાં પર આ આધારિત છે.
ખરીદવાનો હક્ક
તમે તમારું ઘર ખરીદી શકો છો અગર :
- તમારી પાસે એ મિલકત પર સુરક્ષિત ટેનન્સી હોવી જોઈએ જેને તમે ખરીદવાં ઇચ્છો છો, અને
- જો તમે ઓછામાં ઓછા 5 વર્ષ કાઉન્સિલના ભાડૂત અથવા અન્ય જાહેર મકાન માલિક અથવા અન્ય કોઇ નોંધાયેલા સામાજીક વિભાગનાં મકાન માલિક તરીકે કે જે તમને ખરીદવાનો હક્ક આપે, અને
- એ તમારું માત્ર એક અથવા મુખ્ય ઘર છે તેમ જ એ આશ્રય અથવા વિશિષ્ટ ઘર નથી.
તમે જે કિંમત ભરશો તે મિલકતની બજાર કિંમત પર આધારિત હશે. તમને કદાચ વટાવ મળશે. તમારી પાસે કાઉન્સિલ અને અન્ય કોઇ નોંધાયેલા સામાજીક વિભાગનાં મકાન માલિક જે ખરીદવાનો હક્ક આપે છે તેની સાથે કેટલાં વર્ષથી ટેનન્સી હતી તેનાં પર આ મૂલ્ય આધારિત હશે.
તમે તમારો ખરીદવાનો હક્ક ગુમાવી શકો છો. તમે તમારું ઘર ખરીદી શકશો નહી અગર તમે તમારી ટેનન્સી કરારની શરતોનું પાલન ના કરો (ઉદાહરણ તરીકે ભાડું ભરો નહી) અને આનું પરિણામ એ થશે કે ન્યાયાલય કબજાનો હુકમ આપશે અથવા પદચ્યુત ટેનન્સીનો આદેશ આપશે .
ખરીદવામાં સમાયેલી કિંમતો
જો તમારે ગીરવી મુકવું હોય તો પણ તમને શરૂઆતમાં ઉધડી રકમ ખરીદી માટે ભરવી પડશે. તમને નિશ્ચિત ફી અને કર પણ ભરવાં પડશે.
- તમારાં સોલીસીટર, ગીરો મુકનાર અને તમારાં પોતાનાં સર્વેક્ષણની ફી
- ગીરો જામિનગીરી પ્રીમીયમ, સામાન્યરીતે ખરીદ કિંમતનાં 75 % કરતાં વધુ ખરીદ કિમત માટે
- જમીન નોંધણીની ફી અને સ્ટેમ્પ ડ્યુટી.
તમે જ્યારે ખરીદ્યું
અગર તમે ઘર ખરીદો તો મકાનનો વીમો અને બધું સમારકામ તેમ જ જાળવણી માટે તમે જ જવાબદાર હશો. તમને સામુહિક ક્ષેત્ર અને સુવિધાઓ માટે વાર્ષિક સેવા ફી ભરવી પડશે.
અગર તમે એક ફ્લેટ અથવા મેસોનેટ ખરીદશો તો તમે તમારાં ભાગનાં મકાનનાં વીમાની સેવા ફી ભરવા માટે, મકાનની જાળવણી કરવા માટે, સામુહિક ક્ષેત્ર અને સુવિધાઓ અને મકાનનાં કોઇ પણ મોટાં પ્રમાણમાં થનારાં સમાર કામ માટે તમે જવાબદાર હશો.
