ફરીયાદો
અગર તમને ફરીયાદ હોય તો, અમને જણાવો. ત્યાર બાદ અમે એનો ઉપાય કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. તમારાં અભિપ્રાયો અને ફરીયાદો અમને ભૂલો સુધરાવવામાં અને તમને આપવામાં આવનારી સેવાઓ સુધારવામાં મદદ કરશે. ફોન નંબરો અને સરનામાંઓ માટે આ પુસ્તકની પાછળની બાજુનાં સંપર્ક પત્રકમાં જુઓ.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
અગર મારે મુદ્દો ઉઠાવવો હોય તો મારે કોની સાથે સંપર્ક કરવો?
પહેલાં પગથિયા તરીકે તમે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરવો સૌથી સારો. તમે ફોન કરી શકો છો, ઇ-મેઇલ કરી શકો છો, પત્ર લખી શકો છો અથવા કાર્યાલયમાં પ્રત્યક્ષરૂપે જઇને મળી શકો છો. સંપર્ક કરવા માટેની માહિતી, સરનામાં અને ખુલ્લાં રહેવાનો સમય સંપર્ક સંપર્ક પત્રક જુઓ. અમે સમસ્યામાં ધ્યાન આપીશું અથવા પરિસ્થતી સમજાવીશું. એક વાર વાસ્તવિકતાઓ ખબર પડે એટલે સાધારણ પણે સમસ્યાઓનું નિરાકરણ જલ્દી કરવામાં આવે છે. અગર તમે અમારાં પહેલાં જવાબથી સંતુષ્ટ ના હોવ તો અમારી પાસે જે ફરીયાદ પદ્ધતિ છે એને તમારે અનુસરવી જોઇએ. ઔપચારિક ફરીયાદ કરવા માટે, અમને જણાવો અને ફરીયાદ પદ્ધતિ જુઓ.
હું કેવા કાર્યની અપેક્ષા રાખી શકું?
અગર , કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી , અમને ખબર પડે કે અમારી ભૂલ થઇ છે, તો અમે લેખિત માફી માગીશું અને બાબતો યોગ્ય કરવા માટે થઇ શકતું બધું અમે બધું કરીશું. અમે એ સુનિશ્ચિત કરવા માટે પણ કાર્ય કરીશું કે એકસરખી જ સમસ્યા તમારી સાથે અથવા અન્ય કોઇ ભાડૂત સાથે ફરીથી થાય નહી. અગર તમારી ફરીયાદ અમારી કોઇ એક નીતિ બાબત હતી તો અમે નીતિની પુનઃવિચારણા કરવાનો નિર્ણય એ જોવા માટે લઇ શકીશું કે બદલ જરૂરી છે કે નહી.
હું હજુ કોની પાસે જઇ શકું?
તમે કોઇ પણ સમયે તમારાં સ્થાનિક સભાસદનો સંપર્ક કરી શકો છો જે તમારાં વતી મુદ્દાની પૂછપરછ કરશે જેનાં લીધે તમને ચિંતા હોય. તેમની સર્જરીઝની માહિતી કાઉન્સિલની વેબસાઇટ www.hackney.gov.uk પર શોધી શકાશે. તમે નગરનિગમનાં પ્રમુખનાં કાર્યાલયમાં અથવા સંસદનાં તમારાં સ્થાનિક સભાસદને સંપર્ક કરી શકો છો.
અગર તમારી પાસે હેકની હોમ્સ વિરૂદ્ધ એક ગંભીર ફરીયાદ હોય અને તમે અમારી ઔપચારિક ફરીયાદ પદ્ધતિમાંથી પસાર થયેલાં હોવ પણ છતાંય તમને સમાધાન થયું ના હોય તો તમે સ્થાનિક સરકારનાં કાયદેસર પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. કાયદેસર પ્રતિનિધિ એક સ્વતંત્ર સંસ્થા છે જે કિસ્સાનું હજુ વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરી શકે છે. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક જુઓ.
અમને જણાવો
અમે જાણીએ છીએ કે કેટલીક વખત એવું બને છે કે તમને મળનારી સેવાઓથી તમે ખુશ રહેતાં નથી. અગર એવું બને તો કૃપા કરીને અમને સંપર્ક કરો અને અમને સુધરવાની તક આપો.
તમારી નેબરહુડ ઓફીસમાં ફોન કરવો અથવા ભેટવું સૌથી સારૂં છે. તમે કર્મચારીઓનાં કોઇપણ એક સદસ્ય સાથે વાત કરીને પૂછી શકો છો. સાધારણ પણે અમે ભૂલો અને ગેરસમજોનું નિરાકરણ ખૂબ જ જલ્દી કરી શકીએ છીએ.
અગર અમે આ પ્રકારે સમસ્યાનું નિરાકરણ ના કરી શકીએ તો અમારી પાસે ફરીયાદોની એક પદ્ધતિ એ સુનિશ્ચિત કરવા માટે છે કે તમારી ફરીયાદ પરિણામકારક રીતે અને ચોકસાઇથી ઉકેલવામાં આવી છે. અમારી પાસે એક પુસ્તિકા છે જેને ‘ અભિવાદન અને ફરીયાદો ’ કહે છે જે તમે તમારી નેબરહુડ ઓફીસમાંથી અથવા ફરીયાદી દળ પાસેથી મેળવી શકો છો. આ પુસ્તિકામાં પદ્ધતિ સમજાવી છે અને તેમાં તમે ભરી શકો એ માટે એક ફરીયાદોનું પત્રક પણ એમાં સમાયેલું છે. તમે એને હાથો હાથ આપી શકો છો (તમને એક પાવતી આપવામાં આવશે) અથવા મફતમાં એને ટપાલમાં નાખી શકો છો અથવા www.hackneyhomes.org.uk આ વેબસાઇટ પર એક ઓનલાઇન પત્રક ભરી શકો છો.
ફરીયાદ પદ્ધતિ
પહેલો તબક્કો. અમારી પાસે તમારી ફરીયાદ પહોંચી છે તે અમે 3 દિવસમાં પત્ર દ્વારા જણાવીશું. અમે તમને જણાવીશું કે તમારી ફરીયાદ સાથે કોણ વહેવાર કરશે. તેઓ કિસ્સાની ફેરતપાસણી કરશે અને તમને એક લેખિત જવાબ 15 કાર્યકાળનાં દિવસોમાં મોકલી દેશે.
બીજો તબક્કો. અગર તમે પહેલાં તબક્કાનાં પરિણામથી ખુશ ના હોવ તો તમે ફરીયાદી દળને કિસ્સાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાનું કહી શકો છો. તેઓ કિસ્સાની ફેરતપાસણી કરશે અને તમને એક લેખિત જવાબ 15 કાર્યકાળનાં દિવસોમાં મોકલી દેશે.
ત્રીજો તબક્કો. અગર તમે હજુ પણ ખુશ ના હોવ તો હેકની કાઉન્સિલનાં ધોરણો અને ફરીયાદી દળ તમારી ફરીયાદ ધ્યાનમાં રાખે એ માટે કહો.
તેઓ પહેલા તબક્કાનાં જવાબની અને બીજા તબક્કાની કાળજીપૂર્વક નિરીક્ષણની ફેરતપાસણી કરશે અને પૂર્ણપણે સ્વતંત્રરીતે ફેરતપાસણી હાથ ધરશે. તેઓ કિસ્સાની ફેરતપાસણી કરશે અને તમને એક લેખિત જવાબ 20 કાર્યકાળનાં દિવસોમાં મોકલી દેશે.
