સંઘનન
અગર તમે આ સૂચનાઓને સમજી શકો નહી અથવા તમને એવું લાગતું હોય કે તમે એ કરી શકશો નહી તો, આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા તમારા ટી.એમ.ઓ.નો સંપર્ક કરો.
સંઘનન શું છે?
- આની શરૂઆત ભેજથી થાય છે જે રસોઇ બનાવવામાં, ધોવામાં અને ગૅસનાં વપરાશથી ઉત્પન્ન થાય છે.
- આ ભેજવાળી હવા ઠંડી સપાટી જેવી કે, દિવાલો, અરિસાઓ, દિવાલોની લાદીઓ અને બારીઓ, અને કેટલાંક કપડાં પર પણ સંઘનન થાય છે.
- જ્યારે ભેજવાળી હવા ગરમ થાય છે ત્યારે તે ઉપર જાય છે અને હંમેશા છતો પર અને ઉપરનાં ઓરડાઓમાં જાય છે અને પછી ફૂગ થાય છે.
સંઘનન થતાં રોકવું
સંઘનન કોઇ પણ ઘરમાં થઇ શકે છે. તમે એને રોકવા માટે પગલાં લઇ શકો છો.
વધુ પડતાં ભેજને નિયંત્રણમાં રાખો:
- રસોડા અને સ્નાનગૃહનાં દરવાજા બંધ રાખો જેથી વરાળ ઠંડા ઓરડાઓમાં જતાં રોકી શકાય
- જ્યારે રસોઇ બનાવતાં હોવ અથવા ધોઇ રહ્યાં હોવ તો રસોડાની અને સ્નાનગૃહની બારીઓ ખોલો જેથી વરાળ બહાર જઇ શકે
- જ્યાં અમે રસોડામાં અને સ્નાનગૃહમાં વેન્ટીલેટરો આપ્યાં છે તેનો વાપર કરો
- બીજાં ઓરડાઓની કેટલીક બારીઓ થોડી વાર માટે ખોલો કે જેનાથી દરરોજ હવા બદલી શકે
- ગૅસ સિલિંડરવાળા તાપણી યંત્રો વાપરશો નહી
- જે સપાટીઓ પર ભેજ એકઠો થાય છે એને સાફ કરો જેથી ફૂગ થવાનું રોકી શકાય
- હવાની આવ-જા માટેનાં સ્થાનોને બંધ કરશો નહી.
ઓછો ભેજ ઉત્પન્ન કરો:
- જ્યારે શક્ય હોય ત્યારે કપડાં બહાર સુકવો અથવા ખૂબ જ હવાદાર ઓરડાઓ વાપરો
- રસોઇ બનાવતી વખતે વાસણો ઢાંકો
- કોઇ પણ ટમ્બલ ડ્રાયરના હવા ની નિકાસ બહાર તરફ રાખો.
તમારાં ઘરને હૂંફાળું રાખો:
- ગરમીને ઓછી થતી રોકવા માટેનાં પગલાં લો
- ઓછી બૅકગ્રાઉન્ડ હીટ જાળવી રાખો.
