સલાહ
અમે ભાડૂતોનાં હક્કમાં વિશ્વાસ રાખીએ છીએ જે તેમનાં ઘર અને આસપાસનાં વિસ્તારો વિશેનાં નિર્ણયોને પ્રભાવિત કરી શકે.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
શું મારી પાસે બદલ અથવા યોજનાઓ માટે સલાહ લેવામાં આવશે ?
તમને અથવા તમારાં ઘરને સીધી રીતે અસર કરતી કોઇ પણ યોજનાઓ બાબત તમને માહિતી આપવામાં આવશે. તમે તમારી નેબરહુડ ઓફીસની નજરમાં તમારી કોઇ પણ ચિંતા અથવા ફરીયાદ લાવી શકો છો. અન્ય બધાં જ મહત્વપૂર્ણ મુદ્દાઓમાં જેનો
બધાં રહેવાસીઓ અથવા રહેવાસીઓનાં જૂથો પર પ્રભાવ પડે છે એમાં અન્ય લોકો સાથે તમારી પાસે પણ સલાહ લેવામાં આવશે. તમને સલાહ કેવી રીતે આપવામાં આવશે જુઓ.
હું કેવી રીતે સૂચનાઓ આપી શકુ છું?
અમારી ક્રિયાઓ, સેવાઓ, સંસ્થા અથવા કાર્ય પદ્ધતિઓ વિશે અમે બધી રચનાત્મક આલોચનાઓ અને સૂચનાઓનું સ્વાગત કરીએ છીએ. અગર તમે કોઇ પણ સૂચના આપવાનું ઇચ્છતા હોવ તો કૃપા કરીને તમારાં નેબરહુડ હાઉસીંગ વ્યવસ્થાપકને લખો અથવા સંપર્ક કરો. અમે તમારી સૂચનાઓને ગંભીરતાથી લઇશું. તમે તમારી કોઇ પણ ચિંતા અથવા સૂચનાની ચર્ચા તમારાં ભાડૂત પ્રતિનિધિ સાથે કરી શકો છો.
ઘરો વિશેનાં સમાચાર
અમે એક હેકની હોમ્સ ન્યૂઝ નામનું સમાચાર પત્ર રજૂ કરીએ છીએ જે અમે બધાં ભાડૂતોને નિયમિતતા પૂર્વક મોકલીએ છીએ. હેકની હોમ્સ ન્યૂઝ દ્વારા અમે સેવાનાં દરેક ક્ષેત્રમાં કેટલું સારૂં કરી રહ્યાં છીએ એની જાણકારી તમને જણાવવાની અને અમારી સેવાઓમાં વિકાસ અથવા વિશેષ મુદ્દાઓ પર ભાર મુકવાની આશા રાખીએ છીએ. સમાચાર પત્ર માટે અમે ભાડૂતો અથવા અન્ય રહેવાસીઓની તરફથી કોઇ પણ પ્રકારનાં ફાળાનું સ્વાગત કરીએ છીએ.
આપની સલાહ લેવાનું અમારું કર્તવ્ય અને આપનો હક્ક
કાઉન્સિલ અથવા હેકની હોમ્સ પાસે કોઇ પણ એવી યોજનાઓ હોય જે તમને અથવા તમારાં ઘરોને લાગુ પડતી હોય તે બાબત અમે તમને સલાહ આપીશું, જેવી કે :
- જે ઘરો હોય એમાં ફેરફાર, મહત્વનાં સમાર કામ અને સુધારાઓ
- ટેનન્સી શરતોમાં બદલ
- ભાડુ અથવા સેવા મહેનતાણાંમાં બદલ
- અમે કેવી રીતે અમારાં ઘરોની વ્યવસ્થા રાખીએ છીએ તેની અથવા સમાર કામને અસર કરતી નીતિઓમાં બદલ
- અમે સેવાનાં ધોરણોને કેવી રીતે ગોઠવીએ છીએ અને કેટલી સારી રીતે એમનું પાલન કરીએ છીએ તે માપવું
- અમે અમારાં નિર્ણયો લેવામાં ભાડૂતોનો સમાવેશ કેવી રીતે કરીએ છીએ
- અન્ય કોઇ મકાન માલિકને તમારું ઘર તેમનાં નામે કરવાની અથવા વેંચવાની દરખાસ્ત
- વાસીય વ્યવસ્થાપનની પદ્ધતિ અને પ્રત્યક્ષ કૃતિમાં બદલો
અગર તમારાં પાડોશમાં રહેનારાં અન્ય રહેવાસીઓને પણ અસર થતી હોય તો, અમે તેમની સાથે પણ સલાહ કરીશું.
અમે હસ્ત પત્રિકાઓ અને નિયમિત સમાચાર પત્રો દ્વારા તમને વિકાસની માહિતી આપતાં રહીશું.
તમને સલાહ કેવી રીતે આપવામાં આવશે
સલાહ ગોઠવણોમાં સમાવેશ થઇ શકે છે :
- કર્મચારીઓ દ્વારા ભેટ
- પત્રો અને ટપાલ દ્વારા સર્વેક્ષણ
- મેળાવડાઓ અને ફોકસ જૂથો
- ફોન અથવા ઘરે-ઘરે જઇને સર્વેક્ષણ
- અનૌપચારિક ખુલ્લાં દિવસો અને ફરતાં પ્રદર્શનો.
અમે જે પણ પ્રકારની સલાહ પદ્ધતિ વાપરીશું , અમે સુનિશ્ચિત કરીશું કે કોઇ પણ ખુલાસો કરનારી માહિતીની તમને સહેલાઇથી સમજણ પડે. અગર તમને માહિતી ભષાંતર કરીને, મોટી છાપમાં, અથવા સી.ડી. કે ટેપ પર મુકી આપવી હોય તો અમે એ કરીશું.
અમે તમને તમારાં અભિપ્રાય બદલ પુછીશું અને આખરી નિર્ણય લેતાં પહેલાં તમે શું કહ્યું એનાંપર ધ્યાન આપીશું .
સમાધાન સર્વેક્ષણો
અમે સમય-સમય પર સર્વેક્ષણો હાથ ધરીએ છીએ. આ અમે ટેલીફોન પર મુલાકાત લઇને અથવા ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલીને કરીશું . કેટલીક વાર તે, નિમેલાં સંશોધકો દ્વારા સામ-સામા બેસીને મુલાકાતથી થઈ શકશે.
