કુટુંબનું (સંબંધોનું) વિઘટન
તમારાં હક્કોને બચાવવા તરત કાર્ય કરો. ફક્ત ન્યાયાલય જ તમને તમારાં ઘરમાંથી જબરદસ્તીથી બહાર કાઢી શકે છે. અગર તમે ચિંતિત છો તો એ વિશે ચર્ચા કરવા માટે તમારી નેબરહુડ ઓફીસમાં સંપર્ક કરો.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
શું મારો જોડીદાર મને ઘર છોડાવી શકે છે?
અગર તમારું નામ ભાડૂતો પૈકી એક છે તો તમને રહેવાનો હક્ક છે. અગર તમે વિવાહિત છો, તો તમને બંનેને રહેવાનો હક્ક છે. અગર તમે સહમત ના થઇ શકતાં હોવ કે ઘર કોણ છોડશે તો, ફક્ત ન્યાયાલય જ એ નક્કી કરી શકે છે. અગર તમે અવિવાહિત છો અને ભાડૂત નથી તો, તમારાં માટે કયા વિકલ્પો ખુલ્લાં છે એના વિશે ચર્ચા કરવા માટે અમને સંપર્ક કરો. સલાહ લીધાં વગર જ તમારો રહેવાનો હક્ક છોડશો નહી. તમારાં હક્કો જુઓ.
ટેનન્સીનો અંત કોણ કરી શકે છે?
કોઇ પણ ભાડૂત કે જેનું નામ ટેનન્સી કરારમાં હોય તેઓ 4 અઠવાડીયા પહેલાં નોટીસ આપવાની શરતે ટેનન્સીનો અંત કરી શકે છે. અગર એક સહ ભાડૂતને ટેનન્સીમાંના તેનાં અથવા તેણીનાં ભાગનો અંત કરવો હોય તો તેઓએ અમને અને અન્ય સહ ભાડૂતને નોટીસ આપવી ફરજિયાત છે. બચેલાં સહ ભાડૂતને પોતાની મેળે જ રહેવાનો હક્ક નથી.
અગર તમારું નામ ટેનન્સી કરાર પર નથી અને તમારાં જોડીદારને ટેનન્સીનો અંત કરવો હોય તો, જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી એ જાણવા માટે અમને સંપર્ક કરો કે તમે તમારાં ઘરમાં રહી શકો છો કે નહી. તમારાં હક્કો જુઓ.
અગર મારા જોડીદારે અથવા સહ ભાડૂતે ઘર છોડી દીધું છે તો શું?
અગર સહ ભાડૂત, અથવા તમારો જોડીદાર કે જે ભાડૂત છે, તેણે અમને જણાવ્યા વગર પહેલેથી જ ઘર છોડી દીધું છે તો, એ જાણવા માટે અમને સંપર્ક કરો કે તમે ઘરમાં રહી શકો છો કે નહી. અમારે તે ભાડૂતનાં નામે એક નોટીસ મોકલવાની જરૂર પડશે કે જે, તેનું નામ ટેનન્સી માંથી કાઢી નાખતાં પહેલા જ, ઘર છોડી ગયો છે.
તમારાં હક્કો
- સહ ભાડૂતો પાસે ઘરમાં રહેવા માટે સમાન હક્કો હોય છે પણ એમનામાંથી કોઇ એક ટેનન્સીનો અંત લાવી શકે છે. અગર દરેક સંબંધિત વ્યક્તિ સહમત હોય તો અમે ટેનન્સીની બદલી બચેલાં જોડીદારને કરી શકીએ છીએ.
- અગર તમે સહ ભાડૂત ના હોવ તો, જે વ્યક્તિનું નામ ભાડૂત તરીકે આપવામાં આવેલું છે, તે વ્યક્તિ જોડીદારને ઘરમાંથી કાઢી નાખવાનો હક્ક ધરાવે છે. જો કે, અગર તમે વિવાહિત હોવ તો તમે રહેવાનો હક્ક ધરાવો છો પણ તમને ન્યાયાલયમાં જવાની જરૂર પડી શકે છે. અગર તમે અવિવાહિત હોવ તો ન્યાયાલય નક્કી કરશે કે તમે રહી શકો છો કે નહી.
- જે વ્યક્તિ નિમણૂક કરેલો ભાડૂત છે એ અગર ઘર છોડે તો, બચેલા પતિ કે પત્ની પાસે રહેવાનો હક્ક છે પણ એક અવિવાહિત જોડીદારને ન્યાયાલયમાં એ જાણવા માટે જવું પડશે કે તે અથવા તેણી રહી શકે છે કે નહી.
- અગર તમારાં બાળકો તમારી સાથે રહેતાં હોય તો, ન્યાયાલય સાધારણપણે સૌથી પહેલાં તેમનું હિત ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત કરશે કે તેઓ ઘરબાર વગરનાં ના થાય. ન્યાયાલય સામાન્યપણે ટેનન્સી એ માતા અથવા પિતાને આપે છે જેમને બાળકોની મુખ્ય દેખરેખ અને જવાબદારી સંભાળવાની હોય છે.
મદદ કેવી રીતે મેળવવી
- તમારી નેબરહુડ ઓફીસ નો સંપર્ક કરો. અમને તમારી પરિસ્થતી વિશે ચર્ચા કરવામાં અને તમને સલાહ આપવામાં ખુશી થશે. અમારી સાથે કરવામાં આવેલાં કોઇ પણ સંભાષણની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
- તમે એક તજ્જ્ઞ પાસે પણ જઇ શકો છો જે તમને તમારી વિશિષ્ટ પરિસ્થિતી વિશે સલાહ આપી શકે છે : પૈસાંની સમસ્યાઓ માટે સલાહ કચેરીઓ , કૌટુંબિક સમસ્યાઓ માટે સલાહની સેવાઓ, અથવા તમારાં કાયદેસર હક્કો માટે એક સોલીસીટર.
દુર્વ્યવહાર અને હિંસા. અગર તમને તમારાં ઘરમાં કોઇનાં દ્વારા અથવા અગાઉનાં જોડીદાર દ્વારા ડરાવવામાં અથવા તમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે (શારીરિક, લૈંગિક અથવા ગાળ આપીને) તો, તમને મદદ અને સલાહની જરૂર પડી શકે છે. કાઉન્સિલ પાસે એક પ્રશિક્ષિત દળ છે જે તમને મદદ કરી શકે છે. કટોકટીની પરિસ્થિતીમાં પોલીસને પણ સંપર્ક કરો.
