ગૅરેજ અને પાર્કિંગ
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
હું મારી ગાડી ક્યાં પાર્ક કરી શકું?
તમે ફક્ત નક્કી કરેલાં વિસ્તારોમાં અથવા રસ્તાની બાજુ પર પાર્ક કરી શકો છો. ત્યાં મોટાભાગનાં વિસ્તારોમાં પાર્કિંગ નિયંત્રણ યોજનાઓ છે. બધાં ભાડૂતોએ, રહેવાસીઓએ અને મુલાકાતીઓએ આ યોજનાનાં નિયમો અનુસરવા જોઇએ. પાર્કિંગ અને પાર્કિંગ નિયંત્રણ યોજનાઓ જુઓ.
હું ગૅરજ અથવા પાર્કિંગની જગ્યા કેવી રીતે ભાડે લઇ શકું?
અમારી પાસે ભાડે આપવા માટે ખાસ્સી સંખ્યામાં ગૅરેજ છે અને કેટલાંક વિસ્તારોમાં અમારી પાસે પાર્કિંગની નક્કી જગ્યાઓ ગેટ સાથે છે. અગર તમારે એક ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા ભાડે લેવાની ઇચ્છા હોય તો, તમારે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરવાની જરૂર છે. ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા ભાડે આપવી જુઓ.
હું મારા ગૅરજ માં અથવા પાર્કિંગની જગ્યામાં કાંઇ પણ રાખી શકું?
ગૅરેજ ફક્ત ગાડી, વૅન અથવા મોટરબાઇક રાખવા માટે જ છે. તમારે કોઇ પણ ધોખાદાયક વસ્તુઓ રાખવી જોઇએ નહી, ઉદા. પેટ્રોલ, ગેસ સિલિંડર અથવા અન્ય આગ પકડે એવાં ઇંધનો. તમારું ગૅરેજ કોઈ પણ સામાન રાખવા માટે અને ધંધા માટે વપરાવું જોઇએ નહી.
અગર મારી ગાડીના ચક્કા જામ કરવામાં આવે અથવા ઉપાડી જવામાં આવે તો હું શું કરી શકું?
આવું ફક્ત ત્યારે જ બનશે જ્યારે તમે સ્થાનિક પાર્કિંગ નિયંત્રણ યોજનાનાં નિયમોનું પાલન ના કર્યું હોય અથવા તમારાં વાહનનો કર ના ભર્યાં હોય અથવા છોડી દીધું હોય. અગર તમારી ગાડીના ચક્કા જામ કરવામાં આવે તો, તમે પૈસાં ભરીને એને ખૂબ જલ્દી છોડાવી શકો છો - વિગત એક ટીકીટ પર આપેલી છે, જે તમારી ગાડી પર રાખેલી છે. અગર તમારી ગાડી ઉપાડી જવામાં આવી હોય તો, ત્યાં નજીકમાં નોટિસ આપી હશે જે તમને કહેશે કે ગાડી પાછી મેળવવા શું કરવું.
ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા ભાડે આપવી
હેકની વિસ્તારમાં અમારી પાસે ઘણાં ગૅરેજો છે. અગર તમે એક ભાડે લેવા ઇચ્છતાં હોવ તો માત્ર તમારી નેબરહુડ ઓફીસમાં સંપર્ક કરો.
જો કે, મિલકતના ભાડૂતોને પહેલી અગ્રિમતા અપાય છે, પણ જે લોકો ભાડૂતો નથી તેઓ પણ ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા ભાડે લઇ શકે છે.
તમારી પાસે ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા માટે એક અલગ ભાડાનું ખાતું છે, પણ તમે એને એ જ રીતે ભરી શકો છો જે રીતે તમે ભાડું ભરો છો. ભાડું ભરવું જુઓ.
અગર તમારાં ભાડાની સાથે ચડતી બાકી છે તો, તમે ગૅરેજ અથવા પાર્કિંગની જગ્યા ભાડેથી, પાર્કિંગનો પરવાનો અથવા એસ્ટેટ બેરિયર ગેટની ચાવીઓ લઇ શકતાં નથી.
પાર્કિંગ નિયંત્રણ યોજનાઓ
હેકની કેટલીક યોજનાઓ ચલાવે છે. તમારે કોઇ પણ ‘ નો પાર્કિંગ ’ વિસ્તારોમાં વાહન ઉભું કરવું જોઇએ નહી અને તમારાં વિસ્તારમાં જે યોજના હોય એ મુજબ નિયમોનું પાલન કરવું જોઇએ. આ તમારાં કુટુંબનાં સદસ્યોને અથવા અન્ય મુલાકાતીઓને પણ લાગુ પડે છે.
તમારે દર વખતે તમારો પરવાનો પ્રદર્શિત કરવો જરૂરી છે અને તમારા વાહનો જે તમે અને તમારું કુટુંબ મિલકત પર પાર્ક કરવાના છો તેની નોંધણીના નંબરો અમને આપવા જરૂરી છે.
પાર્કિંગ
- તમારે નક્કી કરેલી પાર્કિંગની જગ્યામાં જ વાહન ઉભું રાખવું જોઇએ. કોઇ પણ વિસ્તાર કોઇ ખાસ ઘરબાર માટે અનામત રાખી શકતાં નથી, સિવાય કે તે એક પાર્કિંગ બે હોય જે તમે ભાડે લીધો છે.
- સ્વાસ્થ્ય, સુરક્ષા અને જરૂરી સેવાઓના હિતમાં, ગમે ત્યાં વાહન પાર્ક કરશો નહી જ્યાં તેનાથી ખતરો અથવા અડચણ ઉભી થાય.
- અગર તમારી ગાડીનો કર ના ભરેલો હોય, અથવા ગેરકાયદેસર રીતે ફરસબંધી, ફૂટપાથ અથવા કાંઠા પર, હેચ્ડ વિસ્તારમાં અથવા મિલકતનાં અન્ય ભાગ પર પાર્ક કરી હોય અથવા જો કોઇ ખતરો કે અડચણ ઉભી કરતી હોય તો, તે ગાડીને દૂર કરવામાં આવશે.
- અગર તમે કોઇ વાહન, કેરેવાન અથવા ટ્રેલર ને કાયમી સ્વરૂપે કોઇ પણ રસ્તા અથવા કાઉન્સિલની માલિકીની જમીન પર પાર્ક કરવા ઇચ્છિતા હોવ તો અમારી પાસેથી પરવાનગી લેવી જોઇએ, સિવાય કે, તે પાર્કિંગ માટે ની નક્કી જગ્યા હોય.
- તમે પાર્કિંગની જગ્યાઓ, તમારો ડ્રાઇવ-વે અથવા તમારાં ઘર નજીકની કોઇ પણ જગ્યા કોઇ પણ વાહનનાં મોટા સમાર કામ માટે વાપરી શકતાં નથી.
- અગર તમે તમારી ગાડી, પાર્કિંગ નિયંત્રણ યોજના હેઠળ ખોટી રીતે ઉભી રાખી હોય તો તેના ચક્કા જામ કરવામાં આવશે અથવા ઉપાડી જવામાં આવશે અને તમારે ખૂબ ભારે દંડ ભરવો પડશે. હું શું કરી શકું? જુઓ.
