ઘરબારનાં બદલ
અમે નિયમિતરૂપે એ સુનિશ્ચિત કરવા માટે તપાસ કરીએ છીએ કે નિમણુક કરેલા ભાડૂતો જ વાસ્તવિક રીતે તેમનાં ઘરમાં રહે છે.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
મારી સાથે મારાં ઘરમાં કોણ રહી શકે છે?
તમારાં ઘરનાં કોઇ પણ સદસ્યો તમારી સાથે ઘરમાં રહી શકે છે અને અગર તમે પ્રારંભિક અથવા પદચ્યુત ભાડૂત ના હોવ તો તમે ભાડૂતોને પણ અંદર લઇ શકો છો. તમે તમારાં ઘરનો હિસ્સો પેટા ભાડે (આખું ઘર નહી) આપી શકો છો. સૌથી પહેલાં અમારી પાસેથી લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત છે. અમે ઉચિત કારણ વગર ના પાડીશું નહી. અગર અમે તમને એક મહીનાની અંદર જવાબ ના આપીએ તો તમે એવું સમજીને આગળ વધી શકો છો કે અમે સહમત થયાં હતાં. અગર કોઇ તમારાં ઘરમાં કાયમ સ્વરૂપી પ્રવેશ કરે અથવા બહાર જાય તો, આ તમારાં હાઉસિંગ બેનિફીટ અથવા અન્ય લાભ મળવાના અધિકાર પર અસર કરી શકે છે.
અગર મારાં કુટુંબની સંખ્યા બદલાય તો શું?
અગર તમારું કુટુંબ વધે અને તમારું ઘર ખુબ જ નાનું પડે તો, તમે મોટા રહેઠાણમાં બદલી કરવા માટે અરજી કરી શકો છો. વિકલ્પરૂપે તમે અન્ય કુટુંબ સાથે અન્યોન્ય અદલા બદલ કરીને ગોઠવણ કરવાનો પ્રયત્ન કરી શકો છો. ઘરોનું સ્થાનાંતર અને સ્થાનાંતરના અન્ય રસ્તાઓ જુઓ. અગર તમને એક કુટુંબને જોઇએ એટલું મોટું ઘર હવે ના જોઇતું હોય તો, અમે તમારાં માટે એક નાનું ઘર શોધવામાં તમારી મદદ કરી શકીએ છીએ અને તમને સ્થાનાંતર માટે એની કેટલીક કિંમત ચુકવી શકીએ છીએ.
તમારી નેબરહુડ ઓફીસમાં હસ્ત પત્રિકા માટે પૂછો.
શું કોઇ મારી સાથે સહ ભાડૂત થઇ શકે છે ?
તમારી ટેનન્સી દરમિયાન, અગર તમારું લગ્ન થાય અથવા કોઇ જોડીદાર હોય અથવા માત્ર એક મિત્ર સાથે ઘરમાં રહેવાં ઇચ્છતાં હોવ તો અમે તેને અથવા તેણીને સહ ભાડૂત બનવાની પરવાનગી આપી શકીએ છીએ. તેઓ 18 વર્ષથી ઉપરનાં હોવાં ફરજીયાત છે અને અમે સહમતી આપતાં પહેલાં તેમનાં પહેલાનાં આવાસીય સંજોગોની તપાસણી કરીશું. સહ ટેનન્સી જુઓ.
મારી ટેનન્સી કોણ તાબામાં લઇ શકે?
જે તમારી સાથે સહ ભાડૂત છે તેવાં કોઇને પણ પોતાની મેળે જ મળી જશે. અન્યથા તમારો પતિ, પત્ની અથવા જોડીદાર ટેનન્સી તાબામાં લઇ શકે છે. ભાડૂતનું મૃત્યુ અને તમારી ટેનન્સી હસ્તાંતરિત કરવી જુઓ.
સહ ટેનન્સી
સહ ટેનન્સી એ છે જેમાં બે અથવા વધુ પુખ્ત વયનાં લોકો (18 વર્ષ કે તેનાંથી વધુ) ની ટેનન્સી કરાર માં નિમણુક કરેલી છે.
દરેક ભાડૂત એકત્રિત અને વ્યક્તિગત રીતે ટેનન્સી અને સંપૂર્ણ ભાડું ભરવા માટે જવાબદાર છે. અગર એક ભાડૂત ટેનન્સી કરારની શરતોનું પાલન ના કરતો હોય તો, બીજાને જવાબદાર માનવામાં આવી શકે છે.
દરેક ભાડૂત પાસે સમાન હક્કો છે. દરેક ભાડૂત હાઉસિંગ બેનિફીટ માટે અરજી કરી શકે છે.
અગર એક સહ ભાડૂત તેમની ટેનન્સીનો ભાગ ખતમ કરવા ઇચ્છતો હોય તો બીજાં ભાડૂતને રહેવાનો હક્ક પોતાની મેળે જ મળતો નથી.
તમારી ટેનન્સી હસ્તાંતરિત કરવી (નિમણૂક)
તમે ટેનન્સી એ શરતે હસ્તાંતરિત કરી શકો છો કે તમે ટેનન્સી એવાં કોઈ સંબંધિ પાસેથી તાબામાં ના લીધી હોય જેણે તે તમને હસ્તાંતરિત કરી હોય. તમે સહ ભાડૂત અથવા જોડીદાર કે જે તમારી સાથે રહે છે, અથવા એક સંબંધિ અથવા અવિવાહિત જોડીદાર કે જે તમારી સાથે ઓછામાં ઓછાં 12 મહીનાંથી રહે છે એને હસ્તાંતરિત કરી શકો છો. તમને તમારી ટેનન્સી હસ્તાંતરિત કરતાં પહેલાં અમારી પરવાનગી મેળવવી ફરજિયાત છે.
ભાડૂતનું મૃત્યુ (વારસાનો હક્ક)
કાયદો ફક્ત એક જ વાર ટેનન્સી હસ્તાંતરિત કરવાની પરવાનગી આપે છે.
જ્યારે ભાડૂતનું મૃત્યુ થાય છે, ત્યારે કોઇ પણ સહ ભાડૂત પોતાની મેળે જ ટેનન્સી તાબામાં લઇ શકશે. અગર સહ ભાડૂત ના હોય તો જોડીદારને (વિવાહિત અથવા અવિવાહિત, સમાનલિંગની જોડીનો સમાવેશ) ટેનન્સી તાબામાં લેવાની પરવાનગી એ શરતે આપવામાં આવે છે કે, એ પ્રારંભિક અથવા પદચ્યુત ટેનન્સી ના હોય. ભાડૂતોનાં હક્કો જુઓ. આને વારસાનો હક્ક કહેવામાં આવે છે.
મૃત્યુ સમયે સહ ભાડૂત અથવા વિવાહિત જોડીદારે એ એમનું એકમાત્ર ઘર હોય એ રીતે ઘરમાં રહેવું ફરજિયાત છે. એક અવિવાહિત જોડીદારે ભાડૂત સાથે મૃત્યુ સમય સુધી ઓછામાં ઓછાં 12 મહીના રહેતાં હોવું ફરજીયાત છે. અગર ત્યાં સહ ભાડૂત અથવા જોડીદાર ના હોય તો કુટુંબનો અન્ય સદસ્ય કે જે ઘરમાં રહેતો હોય એ ટેનન્સી, ફક્ત અમુક નિશ્ચિત પરિસ્થિતીઓમાં જ, તાબામાં લઇ શકશે.
જે કોઇ ટેનન્સી તાબામાં લેવા ઇચ્છતો હોય તેણે મૃત્યુનાં 3 મહીનાની અંદર અમને લખવું ફરજિયાત છે.
