હાઉસીંગ અને કાઉન્સિલ ટેક્સ બેનિફીટ
હાઉસીંગ અને કાઉન્સિલ ટેક્સ બેનિફીટની અરજીઓ અને પૂછપરછનો વહેવાર સેન્ટ્રલ બેનિફીટ દળ દ્વારા કરવામાં આવે છે. આ પુસ્તકની પાછળની બાજુનું સંપર્ક પત્રક જુઓ.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
મને હાઉસિંગ અને કાઉન્સિલ ટેક્સ બેનિફીટ કેવી રીતે મળી શકે?
તમને તમારાં નેબરહુડ ઓફીસમાં અરજી પત્રક માટે સંપર્ક કરવાની જરૂર છે અથવા બેનિફીટ દળને ફોન કરશો તો તે આ મોકલી આપશે. ફોન નંબર માટે સંપર્ક પત્રક જુઓ.
તમારી આવક, તમારાં કુટુંબનું કદ, તમે અપંગ અથવા નિવૃત્ત વેતન મેળવનાર છો કે નહી, અને તમારી પાસે કોઇ બચત હશે તો તેનાં પર આકારણી કરવામાં આવશે. એક વાર તમારી અરજી મંજૂર થાય એટલે બેનિફીટ દળ તમને લખશે કે તમે કેટલું મેળવશો. તમારો લાભ તમને સીધો તમારાં ભાડાનાં ખાતામાં આપવામાં આવશે. ભાડું ભરવું જુઓ. અગર તમને એવું લાગે કે તમારી આકારણી બરાબર થયેલી નથી તો તમે ફેરવિચારણા બદલ પૂછી શકો છો.
અગર મારી પાસે કોઇ બચતો અથવા અન્ય આવકો હોય તો શું?
અગર તમારી પાસે બચતો, મૂડી અથવા અન્ય આવક હોય (ઉદા. ખાનગી નિવૃત્ત વેતન) તો તમે જે લાભ મેળવો છો, તેનાં પર આની અસર થઇ શકે છે. જો કે, અમુક રકમની બચતો અથવા આવક તમારાં લાભને સહેજ પણ અસર કરશે નહી. બચતમાં વધારાની રોકડ, બેંકમાં અથવા મકાનની સોસાયટીનાં ખાતામાંના પૈસાં, યુનિટ ટ્રસ્ટ, સ્ટોક અને શેયર, આવક અથવા મૂડી બોન્ડ અને ઉદડી રકમનું અનાવશ્યક ચુકવણુ સામેલ છે.
અગર તમારી પાસે બચતો અથવા અન્ય આવક હોય તો, નિરાશ થશો નહીં. હંમેશા અરજી આપવી ફાયદાકારક છે.
સંજોગોમાં બદલ
અગર તમારાં સંજોગો બદલાય તો, તમારે બેનિફીટ દળને અને તમારાં નેબરહુડ દળને તરત જ જણાવવું જોઇએ. અગર તમે આમ ના કરો તો, તમારે અમારાથી વધારે ચુકવણી થયેલા લાભ પાછાં આપવાં પડશે. અગર અમને તમારાં સંજોગોમાં કોઇ બદલની જાણ હોય કે જેનાં વિશે તમે અમને જણાવ્યું નથી તો, અમારે આ માહિતી બેનિફીટ દળને આપવી પડશે.
હાઉસીંગ બેનિફીટ
આ ઓછી આવક વાળાં અથવા કલ્યાણ લાભો લેનારાં ભાડૂતો માટે છે. એ માત્ર ભાડું ભરવાની મદદ માટે છે. એમાં ગૅરેજનાં ભાડાંનો, ઘરની વસ્તુઓનો વીમો, પાણી દર અને તાપણાની ફી આવરવામાં આવી નથી. ધ્યાનમાં રાખો, કે અગર તમારો હાઉસીંગ બેનિફીટ તમારાં ભાડાંની સંપૂર્ણ રકમને આવરી લેનારો ના હોય તો, બાકીની રકમ તમારે ભરવી પડશે.
આપેલી રકમ તમારું ભાડું, તમારી આવક અને કોઇ બચત અથવા રોકાણ તમે કરેલું હોય એનાં પર આધારિત છે. તમારાં ઘરબારમાં રહેનારાંઓની સંખ્યા અને ઉંમર તેમજ કોઇ કામ કરે છે કે નહી એનાં ઉપર તે આધારિત હશે.
સંજોગોમાં બદલ. તમારાં સંજોગોમાં થયેલાં બદલની માહિતી બેનિફીટ દળને આપવી ફરજિયાત છે, ઉદા. તમારાં ઘરનાં સદસ્યોની સંખ્યામાં થયેલો બદલ અથવા તમારી આવકમાં થયેલી બદલ. અગર તમે હેકની કાઉન્સિલની બીજી કોઇ મિલકતમાં સ્થાનાંતર કરવાનાં હોવ તો તમારે તેમને એ પણ કહેવું ફરજિયાત છે. તમારે સ્થાનાંતર પહેલાં આ કરવું ફરજિયાત છે.
કાઉન્સિલ ટેક્સ બેનિફીટ
જે લોકો ઓછી આવક વાળાં હોય અથવા કલ્યાણ લાભો મેળવતાં હોય અને સાધારણ પણે જેમની પાસે કાઉન્સિલ ટેક્સ ભરવાની અપેક્ષા રાખવામાં આવે છે એમનાં માટે આ છે.
આપેલી રકમ આધાર રાખે છે :
- તમારી આવક અને કોઇ બચત અથવા રોકાણો
- તમારાં વ્યક્તિગત સંજોગો
- કાઉન્સિલે તમારાં ઘરને લગતાં કોઇ પણ ઘટાડાને બાદ કર્યા પછી કાઉન્સિલ ટેક્સ ની રકમ
- કેટલાંક ઘરબાર તેમનાં કાઉન્સિલ ટેક્સ પર ઘટાડો મેળવી શકે છે, ઉદાહરણ તરીકે, જે લોકો એકલાં રહે છે અથવા વિદ્યાર્થીઓ વાળાં ઘરબાર. અગર તમને લાભ ના મળતો હોય તે છતાં આ ઘટાડો લાગુ પડે છે.
તમારા દાવાનું નવીનીકરણ
તમારાં લાભના દાવાની સમય-સમય પર ફેરવિચારણા કરવામાં આવે છે. જ્યારે તમને નવીનીકરણનું પત્રક મળે ત્યારે કૃપા કરીને એને ભરો અને તરત પાછું મોકલો. અગર તમે એને સમયસર ના મોકલો તો તમે તમારાં ભાડાં બાબત ચડતી બાકીમાં જઇ શકો છો.
