તમારાં ઘરમાં સુધારાઓ
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
શું હું મારી જાતે સુધારાઓ હાથ ધરી શકું?
અમારી મિલકતમાં તમે પોતાની જડેલી વસ્તુઓ લગાડી શકો છો જ્યાં સુધી તમે કોઇ વસ્તુનું નુકસાન કરતાં નથી અથવા કાઢતાં નથી અથવા ફેરફાર કરતાં નથી. અગર તમને કોઇ ફેરફાર અથવા સુધારાઓ હાથ ધરવાની ઇચ્છા હોય તો સૌથી પહેલાં તમારે અમારી લેખિત પરવાનગી લેવી જોઇએ. આમાં તમે ઘરની અંદર કોઇ બદલ કરવા ઇચ્છતાં હોવ (ઉદાહરણ તરીકે, શાવર લગાડવો અથવા ઇલેક્ટ્રિકલ સોકેટ લગાડવાં), ઇમારતની બહારની સજાવટ અથવા બહાર કોઇ માળખું લગાડવું (સેટેલાઇટ ડીશ અથવા ધાતુનો ગેટ) પણ સામેલ છે. તમે કરી શકો એવાં સુધારાઓ જુઓ.
જો તમે પરવાનગી વગર સ્થિર જડિત વસ્તુઓને કાઢી નાખો અથવા જડેલી વસ્તુઓ હટાવી દો અથવા ફેરફારો હાથ ધરો તો, જ્યારે તમે છોડી જાવ ત્યારે અમે તમને તે તેની પહેલાની અવસ્થામાં અથવા પાછી મુકવા કહી શકીએ છીએ. ઘર ખાલી કરવુ જુઓ.
મેં જે સુધારાઓ કર્યા છે એ માટે શું વળતર મેળવી શકું?
તમે અમુક પ્રકારનાં સુધારોઓ માટે વળતર મેળવી શકો છો. તે તમને ફક્ત તમારી ટેનન્સીનાં અંતમાં આપવામાં આવશે. અમે તમને સુધારાઓની એક યાદી આપી શકીએ છીએ જે વળતર મળવા યોગ્ય હોય. સુધારાઓ માટે વળતર જુઓ.
અગર હું અપંગ થઇ જઉં તો શું મદદ મળે?
અમે તમને તમારાં ઘરમાં મદદ કરવા માટે અમુક અનુકુળતાઓ હાથ ધરી શકીએ છીએ, ઉદા. કઠેરાઓ અથવા સ્નાન ગૃહમાં અનુકુળતાઓ. સહાયક સેવાઓ જુઓ.
અમારો સુધારાનો કાર્યક્રમ
અમારી પાસે અમારી મિલકતો પર મોટા સમાર કામો અને સુધારાઓ માટેની અવિરત યોજના છે. આ સરકારનાં સારાં ઘરોનાં કાર્યક્રમનો એક ભાગ છે. સારાં ઘરોનું ધોરણ જુઓ.
અમે તમારાં ઘરમાં જે કાંઇ કામ કરવાની ધારણા કરીએ છીએ જેવાં કે, નવી બારીઓ, છાપરાંઓ અથવા તાપણી યંત્રણાઓ માટે અમે અગાઉથી જ તમારી સાથે સલાહ કરીશું. અમે તમારાં વિસ્તારમાં શાની યોજનાઓ કરવાનાં છીએ તેની માહિતી પણ તમે અમને પૂછી શકો છો.
તમે કરી શકો એવા સુધારાઓ
તમે તમારાં ઘરમાં સુધારાઓ હાથ ધરી શકો છો. સૌથી પહેલાં તમારે તમારી યોજનાઓની ચર્ચા કરવી જોઇએ અને ત્યાર પછી તમારી નેબરહુડ ઓફીસમાં તમે શું કરવાની યોજના બનાવી છે તેની પૂર્ણ પણે માહિતી આપવી જોઇએ. અમે તમને એક મહીનાની અંદર જવાબ સાથે લખીને મોકલીશું.
તમે પરવાનગી મેળવ્યા વગર કામ શરૂ કરી શકતાં નથી. અગર અમે તમને પરવાનગી ના આપી શકીએ તો અમે તમને એનાં કારણો જણાવીશું. યોજનાની પરવાનગી જુઓ.
પરવાનગી વિના તમે શું કરી શકો છો એ વિશે અગર તમને માર્ગદર્શન જોઇતું હોય તો, તમારી નેબરહુડ ઓફીસમાં હસ્ત પત્રિકા માટે પૂછો.
સુધારાઓ માટે વળતર
તમારી ટેનન્સીનાં અંતમાં તમે કેટલાક સુધારાઓ કર્યા હોય તેનાં માટે વળતર મેળવી શકો છો. ભાડૂતોનાં હક્કો જુઓ. આ કયા પ્રકારનાં સુધારાઓ છે એની અમે તમને યાદી આપી શકીએ છીએ.
વળતર ફક્ત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તમે તમારું ઘર છોડીને જશો. આપવામાં આવનારી રકમ સુધારાની મૂળ કિંમત પર અને કેટલાં સમય સુધી એને વાપરવામાં આવી તેના પર આધારિત હશે. વળતર આપવામાં આવશે નહી અગર :
- કામ કરવા માટે તમે અમારી લેખિત પરવાનગી મેળવી ન હતી
- તમે ટેનન્સીની શરતોનો ભંગ કર્યો તેથી અમે તમને કાઢી મુક્યા
- વળતર £50 કરતાં ઓછું છે
- 1 એપ્રિલ 1994 પહેલાં સુધારાઓ કરવામાં આવ્યાં હતાં.
યોજનાની પરવાનગી. તમારે કાઉન્સિલનાં યોજના વિભાગમાં તપાસ કરી લેવી જોઇએ કે શું તમને પણ અધિકૃત રીતે યોજના પરવાનગીની અને ઇમારતનાં નિયમોની મંજૂરીની જરૂર છે કે નહી. આ બધા માટે અરજી કરવા તમે જવાબદાર છો.
