તમારાં ઘરમાં રહેવું

યાદ રાખો, તમે તમારાં ઘરમાં જે કરો છો તેની અસર તમારાં પાડોશીઓને થાય છે. કૃપા કરીને બીજાંની લાગણીનો વિચાર કરો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

શું હું પ્રાણીઓ પાળી શકું?

તમે સર્વ સામાન્ય એવાં પાળતુ પ્રાણીઓ જ રાખી શકો છો પણ તમે એક જવાબદાર માલિક હોવાં જોઇએ અને તમારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે તમારાં પ્રાણીઓનાં લીધે અન્ય રહેવાસીઓ અથવા અમારાં કર્મચારીઓને કોઇ ઉપદ્રવ, ખતરો અથવા આરોગ્યનું સંકટ થાય નહી. પાળેલાં પ્રાણીઓ જુઓ.

હું કચરાનો નિકાલ કેવી રીતે કરી શકું?

કાઉન્સિલ સામાન્યરીતે આપવામાં આવેલી ટોપલીઓમાંથી કચરો અઠવાડીયામાં એક વાર ભેગો કરે છે. તમારાં વિસ્તાર માટે કયો દિવસ છે તે તમારાં પાડોશીઓને પૂછો. અમે અલગ- અલગ પ્રકારનાં રીસાયકલીંગ ડબ્બાં અથવા ટોપલીઓ પણ આપીએ છીએ જેમને અઠવાડીયામાં એક વાર ખાલી કરવામાં આવે છે. તમે મોટી વસ્તુઓ અથવા મોટાં પ્રમાણમાં હોય એ કચરો તમારાં નેબરહુડ કાઉન્સિલનાં સ્કિપમાં અથવા લંડનમાં તમારાં વિસ્તારમાં આવેલાં સૌથી નજીકનાં ‘ ટિપ ’ માં ઠાલવવા લઇ જવા જોઇએ. તમે કાઉન્સિલની પર્યાવરણની સેવાઓ દ્વારા કચરા ઉપાડવાની ખાસ સુવિધા ગોઠવી શકો છો. કચરાનો નિકાલ જુઓ.

શું હું મારાં ઘરેથી ધંધો કરી શકું?

તમે અમુક પ્રકારનાં ધંધા એ શરતે ચલાવી શકો છો કે તમે આવું કરવાની લેખિત પરવાનગી અમારી પાસેથી લીધેલી હોય. તમારાં ધંધાને લીધે તમારાં પાડોશીઓને કોઇ પણ પ્રકારની તકલીફ થવી જોઇએ નહી અને તમારાં ગ્રાહકો તમારાં ઘરે આવવાં જોઇએ નહી. અલબત્ત, તમારું ઘર કોઇ પણ અનૈતિક અથવા ગેરકાયદેસર હેતુઓ માટે વપરાવું જોઇએ નહી.

હું મારાં બગીચામાં શું બદલ કરી શકું?

તમે તમારી ઇચ્છા પ્રમાણે કોઇ પણ વ્યવસ્થિત કુદરતી દેખાવને લગતું બાગ કામ અને છોડવાવવાનુ કરી શકો છો. વાડ, ઝાડો વગેરે કાઢી નાખતાં પહેલાં અથવા કાપતાં પહેલાં અમારો સંપર્ક કરવો જોઇએ. કોઇ મોટાં કામો હાથ ધરતાં પહેલાં તમારે અમારી પરવાનગીની જરૂર છે. તમારો બગીચો અને ગૅરેજ અને પાર્કિંગ જુઓ.

તમારો બગીચો

તમે જવાબદાર છો :

તમને અમારી લેખિત પરવાનગીની જરૂર છે :

પાળેલાં પ્રાણીઓ

કચરાનો નિકાલ