સ્થાનાંતરના અન્ય રસ્તાઓ

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

શું હું અન્ય ભાડૂત સાથે ઘરોની અદલાબદલ કરી શકું?

હા. આને ‘ અરસપરસની અદલાબદલ ’ કહેવામાં આવે છે. આગળ વધતાં પહેલાં જે ભાડૂતો આમાં સામેલ થયેલાં હોય તેમણે મકાન માલિકો પાસેથી માન્યતા મેળવવા માટે લેખિત અરજી આપવાની જરૂર છે. ટેનન્સીની અદલાબદલ કાંઇ પ્રતીક્ષા સૂચી પરથી અન્ય ટેનન્સી પર બદલી કરવા જેવું નથી. અન્ય ભાડૂત સાથે ઘરોની અદલાબદલ કરવી જુઓ.

હું કેવી રીતે કોઇને અદલાબદલ કરવા શોધું?

જેની સાથે અદલાબદલ કરવી હોય એને શોધી કાઢવાની જવાબદારી તમારી છે. અમારી નેબરહુડ ઓફીસોમાં જે ભાડૂતોને અદલાબદલી કરવામાં રસ હોય તેમની જાણકારી આપતું નોટીસ બોર્ડ અથવા પુસ્તક હોય છે.
અગર તમારે તમારું નામ બોર્ડ પર અથવા પુસ્તકમાં મુકવા ઇચ્છા હોવ તો તમારે એક પત્રક ભરવાની જરૂર છે. અદલાબદલ કોઇની સાથે મૌખિક રીતે, દુકાનોની બારીમાં સૂચનાઓ પરથી, અથવા સમાચાર પત્રોની જાહેરાતોમાંથી શોધી શકાય છે.

શું હું હેકની વિસ્તારમાંથી દેશનાં અન્ય કોઇ વિસ્તારમાં ખસી શકું?

હા. ઘણી યોજનાઓ છે જેનાં માટે તમે અરજી કરી શકો છો. ઘર ખસેડવા માટેની વિશેષ યોજનાઓ જુઓ. તમે રાષ્ટ્રીયસ્તરની હોમસ્વૅપ અદલાબદલીની યોજનામાં પણ અરજી કરી શકો છો. તમારી નેબરહુડ ઓફીસમાંથી તમે એક પત્રક મેળવી શકો છો. ઘણાં સ્થાનિક કાઉન્સિલો અને આવાસીય મંડળો પાસે પણ અદલાબદલીની સૂચીઓ હોય છે. કોને સંપર્ક કરવો તે શોધવા માટે અમે તમને મદદ કરી શકીએ છીએ.

અગર હું અદલાબદલી કરું તો શું મારી પાસે ખરીદવાનો હક્ક રહેશે?

અગર તમે હેકની કાઉન્સિલનાં ભાડૂત અથવા અન્ય કાઉન્સિલનાં ભાડૂત સાથે અદલાબદલી કરો તો, સામાન્ય રીતે તમારી પાસે આ હક્ક રહેશે. તમારું ઘર ખરીદવું જુઓ. અગર તમે આવાસીય મંડળનાં ભાડૂત સાથે અદલાબદલ કરો તો કદાચ તમને આ હક્ક મળી શકશે નહી.

અન્ય ભાડૂત સાથે ઘરોની અદલાબદલ કરવી

અરસપરસ અદલાબદલ ત્યારે થાય છે જ્યારે બે અથવા વધુ ભાડૂતો ઘરોની અદલાબદલ કરે છે. તમે અદલાબદલ કરી શકો છો :

તમારે અદલાબદલની પરવાનગી મેળવવા માટે (અને અન્ય મકાનમાલિક કે જે તેમાં સામેલ હોય) અમને લખવું જોઇએ. કોઇ યોગ્ય કારણ વિના અમે ના પાડીશું નહી.

તમે ઘર ખસેડવાનો નિર્ણય લો એ પહેલાં અન્ય મિલકત જોવા જવાનું ખૂબ જરૂરી છે. જ્યારે તમે અદલાબદલ કરો ત્યારે તમારે બીજી મિલકત જેવી પરિસ્થિતીમાં હોય, એવી એને સ્વીકારવી જોઇએ. તમારા અદલાબદલીના ભાગીદારે જે કાંઇ ફેરફારો અથવા સુધારાઓ કર્યા હોય તેની જવાબદારી તમારી રહેશે. અગર તમે કાઉન્સિલનાં ભાડાનાં ઋણી હોવ તો, એને ભરો નહી ત્યાં સુધી તમને ખસવાની પરવાનગી આપવામાં આવશે નહી.

તમારી સાથે ટેનન્સીની અદલાબદલ કરવા માટે તમે કોઇને પૈસાં આપીને એમનું મન વાળવાનો પ્રયત્ન કરશો તો એ ગેરકાયદેસર છે.

અગર આવું બને તો બધાં સંડોવાયેલા લોકોને ઘરોમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. અગર તમે પરવાનગી લીધાં વગર જ અદલાબદલ કરો તો તમને ફરી પાછાં ખસવાની જબરદસ્તી કરવામાં આવી શકે છે.

ઘર ખસેડવા માટેની વિશેષ યોજનાઓ

હેકની હોમ્સની પ્રતિક્ષા સૂચી પરનાં લોકોને ઘરો જલ્દીથી શોધવાની મદદ માટે ઘણી યોજનાઓ છે જે લોકોને ખસવા માટે ઉત્તેજન આપે છે.

યોજનાઓની વધુ જાણકારી મેળવવા માટે કાઉન્સિલનાં સહાયક સેવા દળનો સંપર્ક કરો.