ભાડાંની ચડતી બાકી

જો તમારું ભાડું બાકી હોય તો, તરત કારવાઈ કરો. અમે તમને મદદ કરવાં ઇચ્છીએ છીએ પણ જો તમે આમારી સાથે તમારી સમસ્યાનાં સંબંઘે વાત ના કરો તો, તમને તમારું ઘર ગુમાવવાનો ખતરો છે.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

અગર મને મારૂં ભાડું ભરવામાં સમસ્યાઓ આવે તો શું?

અગર તમને પૈસાંની સમસ્યા હંગામી કે કાયમ સ્વરૂપની હોય તો, તમે તમારી નેબરહુડ ઓફીસમનો સંપર્ક કરો. તમારું ભેગું થયેલું કામ પુરું પાડવામાં અમે શક્ય તે સર્વ કાંઈ કરી મદદ કરીશું. જો કે, અગર તમે તમા ભાડું ના ભરવાનું ચાલુ રાખો તો અમે તમને ન્યાયાલયમાં લઇ જવા માટે અચકાઇશું નહી. હમણાં જ કારવાઈ કરો , તમારું ઘર ગુમાવવાનો ખતરો ઉઠાવશો નહી.

હું મારી ચડતી બાકીને કેવી રીતે ઘટાડી શકું?

અમારો સંપર્ક કરો. સાથે ભેગાં મળીને આપણે એક નિયમિત પૈસાં પાછાં ચુકવવાનો કરાર તમે કેટલાં ભરી શકો છો એનાં આધારે નક્કી કરીશું.

અગર હું ભાડું ના ભરવાનું ચાલુ રાખું તો શું થશે?

અગર તમે ચડતી બાકી રાખવાનું ચાલુ રાખો તો અમે તમને એક લેખિત ચેતવણી મોકલીશું. અગર તમે તમારાં કર્જને ચુકવવાનો પ્રયત્ન ગંભીરતાથી ના કરો તો, તમારાં ઘરનો ફરી કબજો લેવાની (તમને અને તમારાં કુટુંબને ઘર છોડાવીશું) પરવાનગી લેવા માટે અમે ન્યાયાલયમાં અરજી કરીશું. તમે તમારું ઘર ગુમાવી શકો છો જુઓ.

મને લાગે છે કે મારાં ખાતામાંની ચડતી બાકી ખોટી છે. હું શું કરી શકું?

અગર તમને એવું લાગે છે કે તમારાં ખાતામાંની ચડતી બાકી ખોટી છે તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે ખાતાની તપાસણી કરીશું અને તમારાં ભાડાનાં ખાતાનો હેવાલ તમને આપીશું. અગર ચડતી બાકી ખોટી હશે તો, અમે ખાતું વ્યવસ્થિત કરીશું. અગર તે બરાબર હોય તો, અમે તમને સમજાવીશું કે ચડતી બાકી કેવી રીતે થઇ છે.

મારાં પર ચડતી બાકી છે કેમકે હાઉસિંગ બેનિફીટ મને આપવામાં આવ્યાં નથી. હું શું કરી શકું?

તમારાં હાઉસિંગ બેનિફીટ પર દાવો કરવા માટે તમે જવાબદાર છો. તમારે જેટલી જલ્દી શક્ય હોય એટલી જલ્દી અરજી કરવી ખુબ જ મહત્વની છે અને તમે એ બધી માહિતી આપો જે પ્રક્રીયા માટે જરૂરી હોય. અગર તમને સમસ્યાઓ હોય તો, તમારાં નેબરહુડ ઓફીસને સલાહ માટે સંપર્ક કરો. અમે મદદ કરવા અહીં છીએ.

શુ કરવું

તમારાં નેબરહુડ હાઉસિંગ દળ સાથે વાત કરો. કોઇને પણ સમય-સમયે પૈસાની સમસ્યા હોઇ શકે છે. તેથી, જો તમને તમારું ભાડું ભરવામાં મુશ્કેલી પડતી હોય તો, તરત અમને જણાવો. અમે અમારી તરફથી તમને મદદ કરવા માટે સારામાં સારૂં કરીશું.

અગર તમને ખબર છે કે તમને ભાડું ભરવામાં મુશ્કેલી થાય છે, અથવા તો તમને તમારાં ભાડાં સંબંધે અમારી પાસેથી પત્ર મળ્યો હોય તો તમે તરત જ તમારાં નેબરહુડ ઓફીસમાં સંપર્ક કરો. તમારાં નેબરહુડ હાઉસિંગ દળનો સદસ્ય તમારી ચડતી બાકી વિશે તમારી સાથે ચર્ચા કરશે અને લાભ માટે કેવી રીતે અરજી કરવી તે સહિતની તમને સલાહ આપશે.

અગર તમને ઉધારીની સમસ્યા હોય તો અમે તમને અન્ય સંસ્થા સાથે ઓળખાણ કરાવી આપીશું જે તમને નિષ્ણાત સલાહ આપશે.

અગર તમે તમારાં ભાડાંની સંપૂર્ણ રકમ ભરવાં માટે અસમર્થ હોવ તો અમે તમારી આવક પર આધારિત પૈસાં પાછાં ચુકવવાનો કરાર કરી શકીએ છીએ. આમાં જ્યા સુધી કર્જ પુરું ના થાય ત્યાં સુધી સમયની સાથે-સાથે તમારાં ભાડામાં વધારાની રકમ ભરવાનો સમાવેશ થશે.

તમે તમારું ઘર ગુમાવી શકો છો

અગર તમે અમને ભાડું ના આપો અથવા તો પૈસાં પાછાં ચુકવવાનો કરાર કે જે તમે અમારી સાથે કર્યો હતો તેની શરતોનું પાલન ના કરો તો અમે તમારી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું.

અમે તમને અને કોઇ પણ સહ ભાડૂતને એક લેખિત ચેતવણી મોકલીશું. તમારે અમને તરત જ સંપર્ક કરવો જોઇએ. જેટલું જલ્દી તમે આ કરશો તો ભાગ્યે જ એવું બને કે અમે તમને ન્યાયાલયમાં લઇ જઇશું.

અગર તમે તમારી ચડતી બાકીને ઘટાડવાનો પ્રયત્ન ના કરો તો, અમે ન્યાયાલયમાં જઇશું :