તમારી સમાર કામની જવાબદારીઓ
તમારી સાધારણ જવાબદારીઓ
તમારી પાસે કેટલીક સાધારણ જવાબદારીઓ છે :
- તમારી મિલકતને, દિવાલોમાંની અથવા છત પરની નાની તિરાડો અથવા કાણાંઓનાં સમાર કામો સહિત, સ્વચ્છ અને અંદરથી સુંદર રીતે સજાવીને રાખો
- ગંદકીની નળીઓ (સિંક, સ્નાનગૃહો અથવા સંડાસ) અથવા ભુંગળાં બંધ થતાં રોકવા માટે પગલાં લેવાં. ઉપયોગી સૂચનાઓ જુઓ
- સમાર કામ હાથ ધરવા, વાર્ષિક સુરક્ષા તપાસણીઓ કરવા અને અન્ય કોઇ પણ જરૂરી કાળજીપૂર્વકની તપાસણીઓ માટે તમારી મિલકતમાં પ્રવેશવાની અમને પરવાનગી આપો
- કોઇ પણ સ્થિર જડીત વસ્તુઓ, જડેલી વસ્તુઓ અથવા તમે વસાવેલાં ઉપકરણોનું સમાર કામ કરવું અને એમને જાળવવા, જેમાં કપડાં ધોવાના મશીનો, ડિશવોશરનું અને ટમ્બલ ડ્રાયરોના કચરા નિકાલ યંત્રણા, સપ્લાય પાઇપવર્ક અને નિકાસ માર્ગનો સમાવેશ થાય છે
- સંઘનન રોકવા અને એનું નિયંત્રણ કરવા માટેનાં પગલાં લેવાં. ઉપયોગી સૂચનાઓ જુઓ
- નળીઓ કે જે ઠંડીથી જામ થતી હોય અથવા ફાટતી હોય એ રોકવા માટે પગલાં લેવા. ખાસ કરીને, ઉપલબ્ધ કરાવવામાં આવેલી તાપણીની યંત્રણા અને આવરણવાળી નળીઓ માટે પગલાં લેવાં
- ધ્યાન રાખો કે, તમારાં ઘરમાં રહેનારી કોઇ વ્યક્તિ અથવા તમારાં ઘરે મળવા આવનારી વ્યક્તિ કોઇ નુકસાન પહોંચાડતી નથી.
નુકસાન અને ખર્ચ
અગર તમે અથવા તમારાં ઘરમાંનું કોઇ પણ (મુલાકાતીઓ અને બાળકો સહિત) તમારાં ઘરને નુકસાન પહોંચાડે તો, તમે એનાં સમાર કામની ગોઠવણ કરીને પૈસાં ચુકવી દો એવી અમે આશા રાખીએ છીએ.
તમને એક સારો સ્થાનિક ઠેકેદાર મળી શકે છે અથવા અમને પણ કામ કરવાનું કહી શકો છો. અમે કામ કરી આપીએ એવું અગર તમે ઇચ્છતાં હોવ તો, કામ શરૂ કરતા પહેલા તમારે અમને પૂર્ણ કિંમત ભરવી પડશે. અગર સલામતી અને સુરક્ષાનાં કારણોસર તમે જેનાં માટે જવાબદાર હોવ એવાં સમાર કામો અમારે કરવા પડે તો, અમે તે કામનો ખર્ચ તમારી પાસેથી લઇશું.
અગર નુકસાન ઘરફોડીને લીધે અથવા ગુંડાગિરીને લીધે થયું હોય તો, સમાર કામ કરાવવાનું અમે ગોઠવી આપીશું પણ તેનાં પૈસાં તમારે ચુકવવા પડશે. અગર તમને પોલીસ પાસેથી ગુનાહની નોંધણીનો નંબર મળ્યો હોય તો, તમે તમારાં ઘરની વસ્તુઓનાં વીમા પર સમાર કામની કિંમત દાવો કરીને મેળવી શકો છો.
અગર તમે તમારું ઘર છોડવાનું નક્કી કરો અને કોઇ પણ સમાર કામ કે જે તમે ઘરનુ વ્યવસ્થિત પણે ધ્યાન ના આપવાના લીધે કરાવવાની જરૂર પડી હોય તો, એનો ખર્ચ અમે તમારી પાસેથી લઇશું.
તમારાં ઘરમાં તમારી જવાબદારીઓ
તમારાં ઘરને સ્વચ્છ રાખવા અને વ્યવસ્થિત રીતે સજાવવા માટે, અને કેટલાંક સમાર કામો માટે તમે જવાબદાર છો :
- ખોવાયેલી અથવા ચોરાયેલી ચાવીઓ બદલવી અને દરવાજાને તાળું લાગી જાય અને તમે બહાર રહી જાવ તો તાળાં બદલવાં
- વધારાનાં તાળાં, દરવાજાની ઘંટડીઓ, ટપાલ પેટીઓ, સ્પાય હોલ અને બારણુ ખખડાવવાનુ કડુ બેસાડવા.
- વીજળીનાં દીવા બદલવાં
- પડદાનાં સળીયા નું સમાર કામ કરવું અથવા બદલવું
- પ્રાયવસી પેનલ અને પાડોશમાંનાં બગીચાઓ વચ્ચેની વાડોનું અને કોઇ પણ માર્ગો કે જે તમારાં દરવાજા સુધીના મુખ્ય માર્ગો ના હોય એમનું સમાર કામ કરાવવું
- ટોયલેટ રોલ હોલ્ડર બદલવાં
- ગંદવાડની નળીઓ અથવા સંડાસોનો મેલ ની રુકાવટ સાફ કરવાનો પ્રયત્ન કરવો
- દિવાલો પર પ્લાસ્ટરની નાની તિરાડોનું અથવા પ્લાસ્ટરબોર્ડ દિવાલોનું સમાર કામ કરાવવું
- સ્નાનગૃહો, બેસીન અને સિંકનાં પ્લગ અથવા સાંકળો બદલવા
- બેટરીથી ચાલતાં અથવા ધુમાડો સૂચવનારા યંત્રોની બેટરીઓ બદલવી
- જમીનનું આવરણ જેવું કે લાદીઓ, ગાલીચાઓ અથવા લેમિનેટ બદલવાં.
અગર તમે વયસ્ક અથવા અપંગ હોવ અને તમને મદદ કરી શકે એવું કોઇ ન હોય તો, અમે તમારા માટે કેટલાંક કામો કરી શકીએ છીએ, અથવા અન્ય કોઇ સંસ્થાઓ કે જે તમને મદદ કરી શકે તેમની સાથે તમારી ઓળખાણ કરાવી શકીએ છીએ. જો તમે તમારી જવાબદારીઓ અંગે ચોક્કસ ન હો, તો કૃપા કરીને આવાસીય સંપર્ક કેન્દ્રનો સંપર્ક કરો.
