અમારી સમાર કામ સેવા
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
હેકની હોમ્સ દ્વારા કયા સમાર કામો હાથ ધરવામાં આવે છે?
હેકની કાઉન્સિલ તરફથી, તમારાં ઘરની બહારની બાજુ, મુખ્ય માળખું અને કોઇ પણ જડેલી વસ્તુઓ અને અમે ઉપલબ્ઘ કરાવી આપેલાં ઉપકરણો માટે અમે જવાબદાર છીએ. તમે તમારી મિલકતની અંદરની બાજુની કાળજી લેવા માટે અને અમુક સમાર કામો માટે જવાબદાર છો. તમારી સમાર કામની જવાબદારીઓ જુઓ. અગર તમે ટી.એમ.ઓ. વિસ્તારમાં રહેતાં હોવ તો, તમારાં ઘરનાં સમાર કામો ટી.એમ.ઓ. દ્વારા ઉકેલવામાં આવશે, પણ મોટા સામુહિક સમાર કામો સાધારણ રીતે આવાસીય સંપર્ક કેન્દ્ર પર મોકલવામાં આવશે.
અગર હું મારી જવાબદારીઓ હાથ ના ધરું તો શું?
અગર તમે વયસ્ક અથવા અપંગ છો અને તમને મદદ કરી શકે એવું કોઇ નથી તો, અમે તમારાં માટે કેટલાંક કામો કરી શકીએ છીએ અથવા અન્ય કોઇ સંસ્થાઓ કે જે તમને મદદ કરી શકતી હોય તેમની સાથે ઓળખાણ કરાવી શકીએ છીએ.
કોઇ પણ સમાર કામો માટે મારે પૈસાં ચુકવવાનાં છે?
અગર તમે અથવા તમારા ઘરમાનાં કોઇકે તમારાં ઘરમાં નુકસાન પહોંચાડ્યું હોય તો તેને સમાર કામ કરી અથવા સમાર કામ કરાવવાનું ગોઠવીને પૈસાં ચુકવો. અગર તમારા ઘરનું નુકસાન ઘરફોડીના લીધે અથવા ગુંડાગિરીને લીધે થયું હોય તો, એનું સમાર કામ અમે ગોઠવી આપીશું પણ એનાં પૈસાં તમારે ચુકવવાં પડશે. તમારી સમાર કામની જવાબદારીઓમાં નુકસાન અને ખર્ચ જુઓ.
અમે હંમેશા કટોકટીનું કામ તમને અને તમારાં કુટુંબને સલામત રાખવા માટે કરી આપીશું, પણ અગર સમસ્યાનું કારણ તમે બન્યાં હોવ તો, આનાં માટે અમે તમારી પાસેથી ખર્ચ લઇશું.
શું હું મારી મિલકતને થયેલા નુકસાનનો દાવો કરી શકું?
તમે તમારી પોતાની માલિકીની વસ્તુઓ, ગાલીચા, જડેલી વસ્તુઓ, વગેરે અને અંદરની સજાવટ માટે જવાબદાર છો. તમારી માલિકીની વસ્તુઓનો વીમો તમે ચોક્કસ કઢાવી લો એવી તમને અમારી સલાહ છે. અમારી પાસે એક યોજના છે જેમાં તમે તમારાં ભાડાં સાથે પૈસાં ચુકવી શકો છો. ઘરમાં પ્રવેશ કરવો માં ઘરની વસ્તુઓનો વીમો જુઓ.
અમારી જવાબદારીઓ
તમે મિલકતનાં જે માળખામાં રહો છો, ત્યાનું સમાર કામ અને જાળવણી માટે (હેકની કાઉન્સિલ તરફથી) અમે જવાબદાર છીએ. બધાં બહારનાં ભાગોનો અને અંદરની કોઇ પણ સ્થિર જડીત વસ્તુઓનો અને જડેલી વસ્તુઓનો કે જેમને મૂળ રૂપે અમે ઉપલબ્ધ કરાવેલી છે, તે બધાંનો આમાં સમાવેશ થાય છે, સિવાય કે તેને અમે તમારી જવાબદારી તરીકે બતાવી ના હોય.
અમારી જવાબદારીઓ તાપણી, ગટરો, પાવર અને રોશણાઇ માટે બધી નળીઓ, વાયરીંગ, સ્થિર જડીત વસ્તુઓ અને જડેલી વસ્તુઓ, અને મેન્સ સાથે જોડેલા ધુમાડો સૂચવનારા યંત્રો અને કોઇ પણ ઉપલબ્ધ કરાવેલા ઉપકરણોની જાળવણી પણ આવરી લે છે.
તમારા ઘરની બહાર મિલકતની હદથી તે છેક તમારાં મુખ્ય પ્રવેશ દ્વાર સુધી જતી સીડીઓ અને રસ્તાઓ માટે અમે જવાબદાર છીએ. અમારી માલિકીની કોઇ પણ હદની દિવાલ અને વાડ કે જે જાહેર વિસ્તારો અથવા પગદંડીઓની સીમા છે તેને અમે જાળવીશું.
અમે કોઇ પણ સહિયારી વસ્તુઓ જેવી કે દીવાઓ, પ્રવેશ ફોન અને સામુહિક બગીચાઓ માટે જવાબદાર છીએ.
તમારે અમને પ્રવેશ આપવો જોઇએ
તમારે અમારા કર્મચારીઓને, પ્રતિનિધિઓને અથવા ઠેકેદારોને કોઇ પણ યોગ્ય સમયે તમારાં ઘરમાં સમાર કામ, તપાસણી અથવા સુધાર કામ માટે પ્રવેશ આપવો જોઇએ . ખાસ કરીને, ગૅસ પુરવઠો કરતી દરેક મિલકતમાં વાર્ષિક ગૅસ સુરક્ષા તપાસણી અમારે હાથ ધરવી જોઇએ . અગર તમે અંદર આવવા ના દો તો, અમે જબરદસ્તી તમારાં ઘરમાં પ્રવેશ માટે પગલાં લઈ શકીએ છીએ.
