સમાર કામનાં ધોરણો
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
સેવાનાં કેવા ધોરણોની હું અપેક્ષા રાખું ?
હેકની હોમ્સનાં બધાં ઠેકેદારોએ સમાર કામ સમસ્યાઓ માટે કાર્યક્ષમ અને મદદરૂપ સાબિત થવાની દૃષ્ટિએ જવાબ આપવો જોઇએ. તેમનાં સમાર કામ કરનાર વ્યક્તિઓએ અને ઉપઠેકેદારોએ જ્યારે તમારાં ઘરમાં કે ઘરની આસપાસ કામ કરતાં હોય, ત્યારે વર્તનનાં નિશ્ચિત નિયમોનું પાલન કરવું જોઇએ. તમે શું અપેક્ષા કરી શકો છો જુઓ. જો કે, તેઓ કાર્યક્ષમતાથી કામ કરી શકે તેવું શક્ય બનાવવાની તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. તમારાં સહકારની જરૂર છે જુઓ.
અગર મને સેવા મળી હોવાનું સમાધાન ના થાય તો શું?
અગર સંમતિ આપેલાં સમય દરમિયાન સમાર કામ પુરું ના થાય અથવા અગર જે કામ કરવામાં આવ્યું છે અથવા જે સેવા આપવામાં આવી છે, તેનું તમને સમાધાન ના થયું હોય તો કૃપા કરીને સમાર કામ સંપર્ક કેન્દ્ર અથવા તમારાં ટી.એમ.ઓ.ને સંપર્ક કરો. આ પુસ્તક પાછળની બાજુએ આપેલું સંપર્ક પત્રક જુઓ.
સારા ધોરણનું કામ વધારે મોડું કર્યા વગર કરવામાં આવ્યું છે એ સુનિશ્ચિત કરવા માટે તેઓ બધી ફરીયાદોની ઉંડાણથી તપાસણી કરશે.
અગર તમે તમારી ફરીયાદનાં જવાબ સાથે ખુશ નાં હોવ તો, તમને અમારી ફરીયાદ પદ્ધતિ અનુસરવી પડશે. ફરીયાદો જુઓ.
શું તમે કારીગરીનાં કૌશલ્યની ગુણવત્તા તપાસો છો?
અમારાં ઠેકેદારો ઉચ્ચ ધોરણોનું કામ કરે છે એ સુનિશ્ચિત કરવા માટે અમે નિયમિત ગુણવત્તા તપાસણી કરીએ છીએ. આ કામની તપાસણી માટે સ્થળોની ભેટ અથવા હાલમાં કરવામાં આવેલું કામ કેટલું સારું છે તે જાણવા માટે ભાડૂતો સાથે ફોન પર વાતચીત હોઈ શકે છે.
જેમણે સમાર કામ કરાવ્યું હોય એ બધાને અમે ભેટ અથવા ફોન કરતાં નથી. અમે મિલકતનાં નિશ્ચિત નંબરો આડી અવળી રીતે ઉપાડીએ છીએ.
તમે શું અપેક્ષા કરી શકો છો
સમાર કામ કરનારાં વ્યક્તિઓ કે જે તમારાં ઘરમાં કામ કરશે તેઓ તમારી સાથે ખૂબ વ્યવસાયિક રીતે વર્તશે. તેઓએ
- તમને ઓળખ આપવી જોઇએ અને ઘરમાં પ્રવેશ કરતાં પહેલા ઓળખપત્ર બતાવવું જોઇએ
- તેઓ શું કરવાનાં છે એ સમજાવવું જોઇએ અને આ તમને કેવી રીતે અસર કરશે એની ચર્ચા કરવી જોઇએ
- તમારી મિલકત અને વસ્તુઓની કાળજી લેવી જોઇએ, તેમને નુકસાન, ધૂળ અને રંગથી બચાવવી જોઇએ
- સામગ્રી અને ઓજારો તમને અથવા તમારા મુલાકાતીઓને નુકસાન પહોંચાડે નહી એ સુનિશ્ચિત કરવું જોઇએ
- દરરોજ કામ પુરું થયા બાદ કચરો સાફ કરવો જોઇએ અને જગ્યા વ્યવસ્થિત કરવી જોઇએ
- દરરોજ અંતમાં અને સમાર કામ પુરું થયા પછી સેવાઓ ચાલુ કરી છે એ સુનિશ્ચિત કરવું જોઇએ
- જ્યારે કોઇ બહારનું કામ શરૂ કરતાં હોય તો, તમને જણાવવુ જોઇએ અથવા અગર તમે બહાર ગયા હોવ તો તમારાં પાડોશીને કહેવું જોઇએ.
સમાર કામ કરનારા વ્યક્તિઓને
- તમારાં ઘરમાં અથવા બગીચામાં ધુમાડો કરવાની
- સ્થળ પર રેડીયો વગાડવાની
- તમારી સંમતિ વિના તમારો ફોન વાપરવાની અથવા તેમનાં કામનાં સમયે મોબાઇલ પર ખાનગી ફોન કરવાની
- તમારી વીજળીનો પુરવઠો તમારી સંમતિ વિના વાપરવાની
તમારાં સહકારની જરૂર છે
અમારા સમાર કામ કરનાર વ્યક્તિની ભેટ માટે તમે નિશ્ચિત ગોઠવણો અને તૈયારી રાખવી જરૂરી છે.
- સમાર કામ કરનાર વ્યક્તિને તમારાં ઘરમાં એકલો અથવા ફક્ત બાળકો હોય તો (16 વર્ષની નીચેનાં) રહેવા દેશો નહી. અગર તમે ઘરની બહાર જશો તો સમાર કામ કરનાર વ્યક્તિને પણ બહાર જવું પડશે.
- તમે સમાર કામ કરનાર વ્યક્તિ માટે તમારી ચાવી ક્યાંય છૂપાવી રાખવી જોઇએ નહી અથવા કોઇની પાસેથી લઇને પોતાની મેળે જ તેમને ઘરમાં આવવા દેવું જોઇએ નહી.
- સમાર કામ કરનાર વ્યકિત ખરાબ હવામાનમાં તેમની પોતાની સલામતી માટે ઉંચાઇ પર કામ કરી શકશે નહી, ઉદાહરણ, નિસરણી પર અથવા છાપરા પર.
- તમારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સમાર કામ કરનાર વ્યકિતને તેમનું કામ કરવા દેવા માટે તમે બાળકોને અને પાળેલા જાનવરોને તેમની કાર્યસીમામાંથી બહાર રાખશો અને તેઓ જ્યાં કામ કરતાં હોય ત્યાંથી રાચરચીલું કાઢી નાખશો.
- અગર રાચરચીલું અથવા ગાલિચાઓ સમાર કામ કરતાં પહેલાં કાઢવાની જરૂર પડે તો, સમાર કામ કરનાર વ્યક્તિ આવે એ પહેલાં આ કામ થઇ ગયેલું હોવુ જોઇએ. તેઓ તમને મદદ કરવા ઇચ્છતાં હોઇ શકે છે, પણ એ પ્રક્રિયામાં થનારાં કોઇ પણ નુકસાન માટે તેઓ જવાબદાર હોઇ શકતાં નથી.
