સમાર કામની નોંધ કરવી

તમે કોઇ પણ સમાર કામ સમસ્યાની નોંધણી દિવસનાં 24 કલાક, અઠવાડીયામાં 7 દિવસ, અમારાં આવાસીય સંપર્ક કેન્દ્ર પર કરી શકો છો. કૃપા કરીને અમને તમારાં સમાર કામ વિશે વધુમાં વધુ માહિતી આપો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

મારે સમાર કામ માટે કોનો સંપર્ક કરવો?

સૌથી સારામાં સારો રસ્તો આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા તમારાં ટી.એમ.ઓ. ને ફોન કરવાનો છે.
તમે તમારી નેબરહુડ ઓફીસમાં જઇ શકો છો અને સ્વાગત કક્ષ પરનો ફ્રીફોન વાપરી શકો છો. જ્યારે તમે સમાર કામની નોંધણી કરાવો ત્યારે જેટલી વધુ શક્ય હોય તેટલી માહિતી અમને આપો.

અગર તે કટોકટી હોય તો શું?

અગર તમને કાર્યાલયનો સમય પુરો થયા બાદ કટોકટી હોય તો, તમારે આવાસીય સંપર્ક કેન્દ્ર પર અથવા તમારાં ટી.એમ.ઓ. નાં ' કાર્ય સમય બાદની કટોકટી ’ નાં નંબર પર ફોન કરવો જોઇએ. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક પર જુઓ. ત્યાં બધો સમય કર્મચારીઓ કટોકટી કર્તવ્ય પર હોય છે.
તમે એ સુનિશ્ચિત કરો કે ત્યાં ખરેખર કટોકટી ની પરિસ્થિતી હોય. કેમ કે, અગર તમે અમને કોઇ ઉચિત કારણ વગર કટોકટીનાં કર્તવ્ય માટે બોલાવશો અથવા જ્યારે અમે કટોકટીનો જવાબ આપીએ અને ત્યારે તમે ઘરમાં ના હોવ તો તમને સમાર કામ કરનાર વ્યક્તિનાં સમયનું મહેનતાણું આપવું પડશે.
અગર અમને તમારાં ઘરની અંદર કટોકટીનું કામ કરવા જવાનું જરૂરી છે અને અમે તમારો સંપર્ક કરી શકતાં ના હોય અથવા તમે અમને અકારણ અંદર આવવા દેતા ના હોવ તો, અમે ઘર ફોડીશું.

સમાર કામ કોણ હાથ ધરશે?

ત્યાં હેકનીનાં જુદાં-જુદાં વિસ્તારો માટે જુદાં-જુદાં ઠેકેદારો છે. ત્યાં કેટલાંક સાધારણ ઠેકેદારો છે અને કેટલાંક તજ્જ્ઞ ઠેકેદારો છે. બધાં સમાર કામ કરનાર વ્યક્તિઓએ પોતાની પાસે કોઇ ઓળખ રાખવી જોઇએ. હંમેશા તેમની ઓળખની ખાતરી કરો. અગર તમને જરા પણ સંદેહ હોય તો આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા ટી.એમ.ઓ. ને ફોન કરો.
સમાર કામ કરનાર વ્યક્તિઓએ જ્યારે તેઓ તમારાં ઘરમાં કામ કરવા આવે ત્યારે આચરણનાં કડક નિયમોનું પાલન કરવું જોઇએ. સમાર કામનાં ધોરણો જુઓ.

અમને શું જાણવાની જરૂર છે

જ્યારે તમે ફોન કરશો

તમારું નામ, સરનામું, ટેલીફોન નંબર અને શાનું સમાર કામ કરવાની જરૂર છે તેમની વિગત અમને જણાવો.

અમે તમારી સાથે સમસ્યાની ચર્ચા કરીશું અને તમને :

સમય ગોઠવવો

સમાર કામ વ્યક્તિને કામ કરવા માટે દિવસના કયા સમયે ઘરમાં લેવા માટે તમે ઘરે હશો તેની ચર્ચા તમારી સાથે કરીશું.

બધાં તાત્કાલિક અને સાધારણ શ્રેણીનાં સમાર કામો માટે અમે નક્કી કરીશું કે કોઇ એક નિશ્ચિત સવારે (સવારે 8થી- બપોરે 1 વાગ્યા સુધી) અથવા બપોર પછી (12 વાગ્યાથી તે 4.30 વાગ્યા સુધી) સમાર કામ કરનાર વ્યક્તિ આવશે. અગર આપણાં નક્કી કરેલા સમયે તમે ઘરમાં ના હોવ તો, કાર્ય માટેની મુલાકાત રદ થઇ જશે. તમારે ફરીથી સમાર કામ કરાવવા માટેની નોંધણી કરવી પડશે.

કામ હાથ ધરવામાં આવશે

જ્યારે કામ પુરું થઇ જશે ત્યારે સમાર કામ કરનાર વ્યક્તિ તમને સહી કરવા માટે કહેશે કે તેણે અથવા તેણીએ કામ કરી નાખ્યું છે.