સમાર કામનાં જવાબ માટેનો સમય

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

મારું સમાર કામ પુરું થવા માટે કેટલો સમય લાગશે?

જ્યારે તમે સમાર કામની નોંધ કરો, અમે કામને જવાબ સમયની એક શ્રેણીમાં મુકીશું.
દરેક વર્ગને કામ પુરું કરવા માટે એક અધિકતમ સમય ગોઠવી આપવામાં આવે છે. અમારો જવાબ આપવાનો સમય જુઓ. અગર અમને એવું જરૂરી લાગશે તો, સૌથી પહેલાં કામની બારીકાઇથી તપાસણી સમાર કામ તપાસણી અધિકારી દ્વારા કરવામાં આવશે. કટોકટીનાં સમાર કામો સિવાય બધાં કામો માટે અમે નક્કી કરીશું કે કોઇ એક નિશ્ચિત સવારે અથવા બપોર પછી સમાર કામ કરનાર વ્યક્તિ અથવા તપાસણી અધિકારી આવશે.

ભાડૂતનાં સમાર કામનાં હક્ક માટેનાં અધિનિયમો હેઠળ તમારી પાસે એક ચોક્કસ સમયગાળાની અંદર નિશ્ચિત સમાર કામ કરાવી લેવાનો હક્ક છે. આમને ‘ યોગ્યતા પ્રાપ્ત ’ સમાર કામ કહે છે. અગર તમારું સમાર કામ ‘ યોગ્યતા પ્રાપ્ત ’ સમાર કામ હોય તો અમે તમને કહીશું. ભાડૂતોનો સમાર કામનો હક્ક જુઓ.

જ્યારે સમાર કામ કરનાર વ્યક્તિ આવે ત્યારે હું ના હોઉ તો શું?

જ્યારે સમાર કામ કરનાર વ્યક્તિ એક નક્કી કરવામાં આવેલા સમય પર આવે અને તમે ના હોવ તો, કામ રદ્દ થશે. અગર તમે હજુ પણ અમારી પાસેથી આ સમાર કામ કરાવવાનું ઇચ્છતાં હોવ તો તમને ફરીથી નોંધવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે. કૃપા કરીને આવાસીય સંપર્ક કેન્દ્ર પર સંપર્ક કરો.

અગર કટોકટી હોય તો શું?

અમે સમાર કામોને કટોકટી માનીએ છીએ અગર આ ખતરાને અથવા રહેવાસીઓનાં સ્વાસ્થ્યનાં જોખમને અથવા મિલકતનાં ગંભીર નુકસાનને ટાળવા માટે જરૂરી હોય.
સામાન્ય કાર્યાલયનાં સમય પછીની અમે સમાર કામ કરનાર વ્યક્તિઓને ફક્ત કટોકટીનાં સમાર કામ માટે મોકલીએ છીએ. આમની આવાસીય સંપર્ક કેન્દ્રમાં અથવા તમારાં ટી.એમ.ઓ.નાં કાર્ય સમય પછીની કટોકટીનાં નંબર પર નોંધ કરો.

અમારો જવાબ આપવાનો સમય

જ્યારે તમે અમારી પાસે સમાર કામ માટેની નોંધણી કરો છો, ત્યારે અમે સમસ્યા અને સંજોગો કયા પ્રકારનાં છે તેની આકારણી કરીએ છીએ અને ત્યાર પછી નીચે પૈકીની કોઇ એક શ્રેણીઓમાં એને મુકીએ છીએ :

ભાડૂતોનાં સમાર કામનાં હક્કો

સમાર કામની યોજનાનાં હક્કો હેઠળ, અમને નિશ્ચિત તાકીદનાં સમાર કામો નક્કી કરેલી સમય સીમાની અંદર પૂરાં કરવા જોઈએ. આ એ સમાર કામો છે જે અગર સમય પર હાથ ધરવામાં ના આવે તો, તમારાં સ્વાસ્થ્ય અથવા સલામતીને અસર કરી શકે છે. તેમને ‘ યોગ્યતા પ્રાપ્ત ’ સમાર કામ કહેવામાં આવે છે. અમે તમને એક હસ્ત પત્રિકા આપી શકીએ છીએ જેમાં યોગ્યતા પ્રાપ્ત સમાર કામોની યાદી છે.

અગર અમે બરાબર સમયની અંદર યોગ્યતા પ્રાપ્ત સમાર કામ પુરું ના કરી શકીએ તો તમારી પાસે હક્ક છે કે તમે અમારી પાસેથી કામ કરવા માટે અન્ય ઠેકેદાર મેળવો. અગર બીજો ઠેકેદાર પણ ના આવે તો તમે નુકસાનની ભરપાઇ મેળવવાનાં હક્કદાર થઇ શકો છો.

અગર તમને એવું લાગે કે નુકસાનની ભરપાઇની અરજી કરવા માટે તમે હક્કદાર થઇ શકો છો તો, તમે આવાસીય સંપર્ક કેન્દ્રને અથવા તમારા ટી.એમ.ઓ. ને ફોન કરો.

ચેતવણી. અગર તમે કટોકટીનું સમાર કામ કરવા માટેની નોંધણી કરો તો, તમારે સમાર કામ કરનાર વ્યક્તિની રાહ જોવી જોઈએ. અગર તમે તેવું ના કરો તો, તમને તેનો કે તેણીનો સમય વેડફ્યા બદલ કિંમત ચુકવવી પડશે.