સહાયક સેવાઓ

કોઇ પણ ભાડૂતો કે જેમને તેમની સ્વતંત્ર જીવનશૈલી જાળવવા માટે સહારા અને મદદની જરૂર હોય તેમને અમે મદદ કરવા ઇચ્છીએ છીએ. અગર તમને આમારી કોઇ પણ સેવા લેવાની ઇચ્છા હોય તો, તમારાં નેબરહુડ ઓફીસમાં સંપર્ક કરો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

ઘરડાં લોકો માટે અથવા અપંગ લોકો માટે કેવાં ઘરો ઉપલબ્ધ છે ?

ત્યાં ત્રણ પ્રકારની રહેવાની સગવડ છે : અનુકુળ ઘરો , હેતુ પ્રમાણે બંધાયેલાં ઘરો અને આશ્રય આપતી યોજનાઓ. રહેવાની ખાસ સગવડ જુઓ. અગર તમે હજુ વધુ સુવિધાજનક રહેવાની સગવડ ઇચ્છતાં હોવ તો તમારે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરવો જોઇએ. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક જુઓ. તમને એક અરજી પત્રક ભરવું પડશે. અમે તમને આ કરવામાં મદદ કરી શકીએ છીએ.

અગર મને મદદની જરૂર પડે તો શું?

અગર તમે ઘર ખસેડવાં ના ઇચ્છતાં હોવ પણ ઘરની વ્યવસ્થા માટે મદદ ઇચ્છતાં હોવ તો, તમે તમારાં ઘરને તમારી અનુકુળતા મુજબ બનાવી શકો છો અથવા દેખરેખ રાખનારા તજ્જ્ઞો તમારી મુલાકાતે આવી શકે છે. તમારાં ઘરમાં મદદ જુઓ.

અગર મને એવું લાગે કે હું કોઇને મદદ કરવા માટે બોલાવી શકું છું તો શું?

તમે તમારાં ફોનને સામુહિક અલાર્મ સેવા સાથે જોડવા માટેની અરજી આપી શકો છો. આ સેવા દ્વારા તમે એક કર્મચારીઓનાં પ્રશિક્ષિત સદસ્ય સાથે દિવસમાં કોઇ પણ સમયે જ્યારે તમે ચિંતીત હોવ અથવા કોઇ આકસ્મિક પરિસ્થિતીમાં હોવ ત્યારે સંપર્ક કરી શકો છો.
ઘરનાં એક દોરડાને ખેંચીને અથવા એક બટનને દબાવીને તમે ચેતવણી યંત્રને ચાલુ કરી શકો છો અને નિયંત્રણ કેન્દ્રનાં કર્મચારીઓ સાથે વાતચીતની આપ-લે કરી શકો છો. અગર તમે એક અનુકુળ ઘર , હેતુ પ્રમાણે બંધાયેલું ઘર અને આશ્રય આપતા ઘરમાં ના રહેતાં હોવ પણ એલાર્મ સેવાઓ સાથે જોડાવાની ઇચ્છા ધરાલતાં હોવ તો તમારે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરવો જોઇએ.

શું મને સજાવટમાં મદદ મળી શકે છે?

અમે તમારી થોડીક મદદ કરવાની વ્યવસ્થા કરી શકીએ છીએ. તમે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક જુઓ.

તમારાં ઘરમાં મદદ

રહેવાની ખાસ સગવડ

તમને હજુ વધુ સુવિધાજનક ઘરમાં જવાની ઇચ્છા થઇ શકે છે.