ભાડૂતે ભાગ લેવો
અમે તમને જોઇતી સેવાઓ આપવાનું સુનિશ્ચિત કરીને ભાડૂતો નિર્ણય લેવામાં ભાગ લે એ માટે એમને ઉત્સાહીત કરવા કૃતનિશ્ચયી છીએ. અમે આ પાનાં પર અનેક પદ્ધતિઓ ગોઠવેલી છે જેમાં ભાડૂતો ભાગ લઇ શકે છે.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
ભાડૂતોનો ભાગ શું છે?
ભાડૂતોને આપવામાં આવતી આવાસીય સેવાઓમાં બદલ અને સુધારાંનાં પ્રસ્તાવની ચર્ચામાં ભાડૂતોને હેકની હોમ્સનાં વ્યવસ્થાપકો સાથે ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે.
હેકનીનાં બધાં વિસ્તારોમાં ભાડૂતોનાં વિચારો પર કાયમસ્વરૂપે પ્રતિનિધિત્વ કરવા માટે અમે કાર્યરત રહીને વધુ પદ્ધતિઓ બનાવવાનું કામ કરીએ છીએ.
તેઓના અભિપ્રાયને કાયમી ધોરણે દર્શાવવા હેકને છે. ત્યાં સ્થાનિક વિસ્તારોમાં પહેલેથી જ 90 કરતાંય વધારે નોંધેલા ટેનન્ટ્સ અને રેસીડેન્ટ્સ એસોસિએશન્સ છે. ભાડૂતોને કેવી રીતે સામેલ કરવામાં આવે છે જુઓ.
મારે ભાડૂતોની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે કોને સંપર્ક કરવો?
તમારે ટેનન્ટ પાર્ટીસિપેશન ટીમ સાથે સંપર્ક કરવો જોઇએ. તેઓ તમને પ્રવૃત્તિઓ વિશે અને કોઇ પણ મેળાવડાંઓની તારીખ વિશે કહી શકે છે. ટેનન્ટ પાર્ટીસિપેશન ટીમ રહેવાસી જુથોને ટેકો, સલાહ અને પ્રશિક્ષણ આપે છે. દરેક પાડોશમાં એનો પોતાનો ટેનન્ટ પાર્ટીસિપેશન અધિકારી હોય છે.
ટેનન્ટ કોમ્પેક્ટ શું છે?
કાઉન્સિલ અને, ટેનન્ટ્સ અને રેસીડેન્ટ્સ એસોસિએશન્સનાં પ્રતિનિધિઓએ એક ઔપચારિક કરાર બનાવ્યો છે કે જે અવાસીય સેવાઓ વિશે નિર્ણય લેવામાં ભાડૂત કેવી રીતે સામેલ કરવામાં આવે છે એનાં વિશે છે. ધી ટેનન્ટ્સ કોમ્પેક્ટ જુઓ.
ભાડૂતોને કેવી રીતે સામેલ કરવામાં આવે છે
ટેનન્ટ્સ અને રેસીડેન્ટ્સ એસોસિએશન્સ (ટી.આર.એ.). આ કાઉન્સિલની માલિકીવાળી મિલકતમાં રહેનારાં ભાડૂતો અને પટ્ટેદારો દ્વારા સ્થાપિત કરવામાં અને ચલાવવામાં આવે છે. તેઓ તેમનાં વિસ્તારમાં સામાજીક, ભૌતિક અને વાતાવરણની પરિસ્થિતી સુધારવા માટે કાર્ય કરે છે.
ટી.આર.એ.ની સમિતિ વિસ્તારમાંનાં ભાડૂતો દ્વારા ચૂંટવામાં આવે છે.
નેબરહુડ પેનલ્સ. દરેક પાડોશમાં આ ટી.આર.એ.નાં પ્રતિનિધિઓનાં પંચો છે, જેઓ નિયમિતરૂપે મળીને સેવાની અમલ બજાવણીની અને પાડોશનાં મુદ્દાઓની ચર્ચા કરે છે .
રહેવાસી સંપર્ક સમુહ. આ સમુહ કાર્ય અને નીતિ બાબતો અંગે દેખરેખ રાખે છે અને ટિપ્પણીઓ કરે છે. તે નેબરહુડ પેનલના રહેવાસીઓની, લીઝ હોલ્ડર ફોરમ અને અન્ય રહેવાસી સમુહની, આવાસીય કેબિનેટ સભ્ય, હેકની હોમ્સ બોર્ડ સભ્યો અને હેકની હોમ્સ કાર્યકર અધિકારીની બનેલી છે.
ટેનન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ (ટી.એમ.ઓ.). કેટલાંક વિસ્તારોમાં ભાડૂતોને સેવા આપવાનાં જુદાં-જુદાં પાસાંઓનું સીધું વ્યવસ્થાપન ભાડૂતોનાં જૂથોએ તાબામાં લઇ લીધું છે. ઉદા.તરીકે, સમાર કામ હાથ ધરવું, ભાડું એકત્રિત કરવું, મિલકતની સ્વચ્છતા.
હેકનીમાંનાં બધાં ટી.એમ.ઓ.નાં સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે એક ટી.એમ.ઓ. ફોરમ એકત્રિત થાય છે.
ધી ટેનન્ટ્સ કોમ્પેક્ટ. આ એક કરાર છે જે કાઉન્સિલ, હેકની હોમ્સ અને ભાડૂતોનાં પ્રતિનિધિઓ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. એમાં એ નક્કી કરવામાં આવે છે કે આવાસીય સેવા અને એને લગતી અન્ય સેવાઓમાં નિર્ણય લેવા માટે ભાડૂતોને અને પટ્ટેદારોને કેવી રીતે સામેલ કરવામાં આવે.
સામેલ કરવાના અન્ય રસ્તાઓ
સામેલ કરવાના ઘણા રસ્તાઓ છે, રહસ્યમય ખરીદદારથી માંડીને કેન્દ્રિત સમુહમાં નિયમિત જવાનું અથવા સર્વેક્ષણમાં ભાગ લેવાનો. ભાડૂત સહભાગ દળનો સંપર્ક કરો. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક જુઓ.
