ભાડૂતોનાં હક્કો

સંસદનાં અધિનિયમો અને સરકારનાં કાનૂન પ્રમાણે આ તમારાં હક્કો છે. # આ નિશાની દર્શાવે છે કે પ્રારંભિક અને પદચ્યુત ભાડૂતોને આ હક્કો નથી.

તમારી ટેનન્સી હસ્તાંતરિત કરવી #

જ્યારે ભાડૂતનું મૃત્યુ થાય ત્યારે ટેનન્સી એની મેળે જ સહભાડૂતને મળશે. અગર ત્યાં સહભાડૂત ના હોય તો એક જોડીદાર (વિવાહિત અથવા અ વિવાહિત) ટેનન્સી તાબામાં લઇ શકે છે. આને વારસાનો હક્ક કહેવાય છે. કાયદા પ્રમાણે ટેનન્સી ફક્ત એક જ વખત હસ્તાંતરિત થઇ શકે છે.

તમારું મૃત્યુ થતાં પહેલાં તમે કદાચ તમારી ટેનન્સી અન્ય કોઇને કોઇક નિશ્ચિત સંજોગોમાં સોંપી શકો છો. ઘરબારનાં બદલ જુઓ.

પેટા ભાડૂત અને ભાડૂત રાખવાં #

તમે તમારાં ઘરમાં ખૂબ ભીડ એકઠી ના કરવાની શરતે ભાડૂતને રાખી શકો છો. તમારાં ભાડૂત કોઇ એક એવી વ્યક્તિ છે જે તમારાં ઘરબારનો સદસ્ય હોય એ રીતે તમારાં ઘરમાં રહે છે.

સૌથી પહેલાં અમારી પાસેથી લેખિત પરવાનગી લઇને તમે તમારાં ઘરનો હિસ્સો (આખો નહી) પેટા ભાડે આપી શકો છો. તમારાં ઘરનો એક હિસ્સો કોઇકને વ્યક્તિગત વપરાશ માટે પેટા ભાડે આપવાની પરવાનગી આપે છે.

તમે અમને એ અપેક્ષિત ભાડૂત અથવા પેટા ભાડૂતનું નામ, ઉંમર અને લિંગ અને તમારાં ઘરનાં કયા હિસ્સામાં તેઓ રહેશે એ જણાવવું જોઇએ.

માહિતી અને સલાહ

અમારે તમને તમારાં ટેનન્સી કરાર વિશે અને નિશ્ચિત નીતિઓ અને કાર્ય પદ્ધતિઓ વિશે માહિતી આપવી જોઈએ. અમારે તમને એ પણ જણાવવું ફરજીયાત છે કે અમે કેટલી સારી રીતે સરકારી ધોરણોને અનુસરીને અમારૂં કાર્ય કરીએ છીએ.

અમારે તમને તમારાં ટેનન્સી કરારમાં થનારાં બદલ, કોઇ આધુનિકરણ અથવા તમારાં ઘરમાં યોજનાપૂર્વકનાં સુધારાઓ અથવા અમારી આવાસીય વ્યવસ્થાપન નીતિઓમાં કોઇ બદલ જેવાં કે સમારકામનાં જવાબ માટેની સમય સીમા અથવા ભાડૂતોની જવાબદારીઓ વિશે સલાહ લેવી ફરજીયાત છે.

ટેનન્સીની અદલા બદલ #

તમે અન્ય કોઇ હેકની ભાડૂત સાથે, અથવા આવાસીય સભાનાં અથવા અન્ય કાઉન્સિલનાં ભાડૂત સાથે તમારાં ઘરોની અદલા બદલ (સ્વેપ) કરી શકો છો. તમે સ્થાનાંતર કરો એ પહેલાં અમારી પાસેથી અને અન્ય સંબંધિત મકાન માલિક પાસેથી લેખિત કરાર મેળવવો ફરજીયાત છે. અમે તમને પરવાનગી આપીશું કોઇ ખાસ કારણોને છોડીને જેવાં કે, તમારાં ઘરનું ભાડું ના ભરાયું હોય. સ્થાનાંતરના અન્ય રસ્તાઓ જુઓ.

સુધારાઓ હાથ ધરવાં

તમે તમારાં ઘરમાં કામ શરૂ કરતાં પહેલાં અમારી પાસેથી લેખિત પરવાનગી લઇને સુધારાઓ હાથ ધરી શકો છો.

જ્યારે તમે ઘર છોડો ત્યારે તમે કરેલાં ખાસ સુધારાઓ માટે વળતર મળી શકે છે. તમારાં ઘરમાં સુધારાઓ જુઓ.

તમારું ઘર ખરીદવું #

જો તમે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભાડૂત હો તો તમે તમારું ઘર અમારી પાસેથી ખરીદી શકશો.

સાધારણપણે અમુક વિશિષ્ટ પ્રકારનાં ઘરો ખરીદવામાં આવતાં નથી, ઉદાહરણ તરીકે, અપંગ લોકો માટે બાંધવામાં આવેલાં મકાનો.

જ્યારે તમે પદચ્યુત ભાડૂત હોવ છો ત્યારે તમે ઘર ખરીદવા માટે અરજી આપી શકતાં નથી અને પદચ્યુત સમયગાળો કોઇ પણ પ્રકારનો વટાવ જે તમે મેળવવાનાં હોવ તેનાં માટે ગણતરીમાં લેવામાં આવતો નથી.

અવધિની સુરક્ષિતતા

કોઇ પણ ભાડૂત તેનું કે તેણીનું ઘર જ્યાં સુધી ન્યાયાલય તેવું કરવાનો આદેશ આપે નહી ત્યાં સુધી છોડી શકે નહી. ન્યાયાલય એ સુનિશ્ચિત કરશે કે ત્યાં ‘ કબ્જા ’ નો આદેશ આપવા માટે સબળ કારણો છે.

સમારકામ કરાવવાં બાબત

તમે સમારકામનાં હક્ક ના નિયમ પ્રમાણે કોઈ વિશિષ્ટ તાકીદનું સમારકામ સુનિશ્ચિત સમય સીમા માં કરાવવાં હક્કદાર છો. આ સમારકામ એવાં છે, જે સમય સીમા માં પૂરાં ન થાય તો તમારી તબિયત અને ઘર ની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં મુકી શકે છે. તમને જણાવવામાં આવશે કે જે સમારકામ કરવાં માટે કહ્યુ છે તે ‘ યોગ્ય ’ સમારકામ ની શ્રેણી માં આવે છે. કેટલાક સંજોગોમાં અમે નિયમ ની માંગ પૂરી કરવામાં જો નિષ્ફળ જઈએં તો તમને વળતર મળી શકે.

વ્યક્તિગત માહિતીની પ્રાપ્તિ અને નિયમન

અમારે ભાડૂત અને પટ્ટાદાર ની સર્વ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવી જોઈએ. જો કે કાયદેસર અમે કેટલીક જરૂરી માહિતી સાર્વજનિક સંસ્થાઓ ને આપ-લે કરવા બંધાયેલા છીએ.

વ્યાજબી નોટિસ આપ્યા બાદ અમારા પાસે રાખવામાં આવેલી વ્યક્તિગત માહિતી આપ ફાઇલમાં અથવા કોમ્પ્યુટર પર જોઈ શકો છો. આના માટે અમને વહીવટી મૂલ્ય લેવાનો હક્ક છે.

જો તમે માહિતી અથવા ફાઇલ પર નોંધેલી અભિવ્યક્તિ બાબત ખૂશ ન હો તો, તે સુધારવાં માટે અથવા દૂર કરવાં માટે કહી શકો છો.