ઘરોનું સ્થાનાંતર

હેકની કાઉન્સિલ પ્રતિક્ષા સૂચીનું વ્યવસ્થાપન કરે છે પણ તમને જોઇતી બધી માહિતી તમે તમારી નેબરહુડ ઓફીસમાંથી મેળવી શકો છો.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

શું હું હેકની વિસ્તારની અંદર જ ખસી શકું?

હા. અગર તમારી પહેલાથી જ હેકની કાઉન્સિલનાં હાઉસીંગ રજીસ્ટરમાં નોંધ થયેલી નથી તો, તમારે અરજી પત્રક ભરવાની જરૂર છે અને તમારું નામ સૂચી માટે સ્વીકૃત હોવું જોઇએ. ત્યાર પછી તમે દર અઠવાડીયે તમને જે ઘર જોઇતું હોય એની તપાસ કરવી પડશે. 1. હેકની હાઉસીંગ રજીસ્ટર પર નામ ચઢાવવા માટે અરજી કરો જુઓ.

મને બદલી માટે કેટલાં સમય સુધી રાહ જોવી પડશે?

આ, તમે જે વિસ્તારમાં રહેવા ઇચ્છો છો ત્યાં કેટલાં ઘરો ઉપલબ્ધ થશે, કે તમે ઘરની જરૂરિયાતનાં કયા બૅન્ડમાં છો અને તમે સૂચીમાં ક્યારે સામેલ થયાં છો એનાં પર નિર્ભર કરશે. અગર તમારે તાત્કાલિક જવું ના હોય અને તમે ઉચ્ચ પ્રાથમિકતાના બૅન્ડમાં ના હોવ તો તમે બીજા ભાડૂત સાથે અદલાબદલ કરવાનું વિચારી શકો. સ્થાનાંતરના અન્ય રસ્તાઓ જુઓ.
information અગર તમે લંડનમાં બીજી જગ્યાએ અથવા ઉત્તર ઇંગલૅન્ડ, વેલ્સ અથવા મિડલૅન્ડ્સમાં ખસવા ઇચ્છતાં હોવ તો તેના માટે ખાસ યોજનાઓ છે જેને માટે તમે અરજી કરી શકો છો. સ્થાનાંતરના અન્ય રસ્તાઓ જુઓ.

શું હું દેશનાં અન્ય કોઇ ભાગમાં ખસી શકું?

અગર તમે હેકનીમાંથી બહાર નિકળવા ઇચ્છતાં હોવ તો, કાઉન્સિલની સહાયક સેવા દળનો સંપર્ક કરો કે જે તમારે કોનો સંપર્ક કરવો જોઇએ તેની સલાહ આપશે. સ્થાનાંતરના અન્ય રસ્તાઓ જુઓ.

શું ત્યાં ઘરડાં લોકો માટે અથવા અપંગો માટે વિશેષ ઘરો છે?

અમે તમને ઘણી આશ્રય યોજનાઓનો સંદર્ભ આપશું જેનું વ્યવસ્થાપન આવાસીય મંડળો કરે છે. અમારી પાસે અમુક ઘરો છે જે ફક્ત ઘરડાં ભાડૂતો અથવા અપંગ ભાડૂતો માટે જ છે. સહાયક સેવાઓ જુઓ.
અગર તમે 60 વર્ષથી ઉપરનાં હોવ તો સમુદ્ર કિનારે અથવા ગ્રામ્ય પ્રદેશમાં એક ફ્લેટ અથવા બંગલામાં જવા માટે અરજી કરવામાં અમે મદદ કરી શકીએ છીએ. આ યોજનાઓ માટે અથવા ઘરો માટે કેવી રીતે અરજી કરવી તે જાણવા માટે કાઉન્સિલની સહાયક સેવા દળનો સંપર્ક કરો.

1. હેકની હાઉસીંગ રજીસ્ટર પર નામ ચઢાવવા માટે અરજી કરો

તમારે એક અરજી પત્રક ભરવાની જરૂર છે. તમને આ તમારી નેબરહુડ ઓફીસમાંથી મેળી શકશે.

અમે તમારી જરૂરિયાતોનાં સ્તરની આકારણી 5 બૅન્ડની પદ્ધતિ દ્વારા કરીશું. આ જરૂરિયાતોનાં પ્રમાણે અરજદારોનાં જુથો બનાવે છે. અમે તમને જણાવીશું કે તમે કયા બૅન્ડમાં છો અને તમે કયા આકારનાં ઘર માટે અરજી કરી શકો છો. તમારી બૅન્ડમાંની સ્થિતી, તમારું નામ સૂચીમાં જે તારીખથી સ્વિકારવામાં આવ્યું હોય, એનાં પર આધારિત છે.

2. તમને ગમતું હોય એવું ઘર શોધો

દર અઠવાડીયે ઉપલબ્ધ ઘરોની અમે જાહેરાત કરીએ છીએ. તમે એને શુક્રવારની સવારથી (ગુરુવારની મધરાતથી) સોમવારની મધરાત સુધી જોઇ શકો છો :

દરેક ઘર કે જેની જાહેરાત કરવામાં આવી હોય એને મિલકત સંદર્ભ નંબર હોય છે.

3. અમને જણાવો

તમે દર અઠવાડીયે બે મિલકતો માટે અરજી (બોલી) કરી શકો છો. તમે ફોન કરી શકો છો, ઇંટરનેટ વાપરી શકો છો, ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો અથવા તમારી નેબરહુડ ઓફીસની (અથવા કીઓસ્ક વાપરી શકો છો) મુલાકાત લઈ શકો છો.

4. અમે તમારો સંપર્ક કરીશું

અમે જોઇશું કે જે ઘર માટે તમે પુછ્યું છે તે ઘર હજુ કોઇ અન્ય વ્યક્તિને પણ જોઇએ છીએ. અગર એ બીજા કોઇને ના જોઇતું હોય તો એ ઘર અમે તમને રજૂ કરીશું.

અગર આ મિલકતમાં અન્ય લોકોને પણ રસ હશે તો, આ અમે એ વ્યક્તિને રજૂ કરીશું જે સૌથી ઉપરનાં બૅન્ડ પર હશે અને વધારે લાંબા સમયથી સૂચીમાં હશે.

.