ટ્રિપ સ્વિચને ફરીથી ગોઠવવું
અગર તમે આ સૂચનાઓને સમજી શકશો નહી અથવા તમને એવું લાગતું હોય કે તમે એ કરી શકશો નહી અથવા તમારી પાસે જુની ફ્યુઝ બોક્સ જેવી યંત્રણા હોય તો, આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા તમારા ટી.એમ.ઓ.નો સંપર્ક કરો.
સામાન્ય સલાહ
- આધુનિક વીજળીની સર્કિટ, સર્કિટ બ્રેકરની સાથે બેસાડવામાં આવે છે જેને ટ્રિપ સ્વિચ કહેવામાં આવે છે. અગર કોઇ ખામી ઉદ્ભવે તો સ્વિચ, ટ્રિપ થાય છે અને સર્કિટ તૂટી જાય છે. અગર તમારી પાસે વાયર કરવામાં આવેલા ફ્યુઝવાળી જુની યંત્રણા હોય તો, તેને અડશો નહી. અમારો સંપર્ક કરો.
- કન્ઝયુમર યુનિટ પર ટ્રિપ સ્વિચ છે. કન્ઝયુમર યુનિટ વીજળીનાં મીટરની બાજુએ હોઇ શકે છે (અગર મીટર બહારનાં કબાટમાં ના હોય તો).
- સ્વિચ સામાન્ય રીતે ટ્રિપ થાય છે કેમ કે :
- ત્યાં સર્કિટ પર ઘણી બધી જડેલી વસ્તુઓ અથવા ઉપકરણો હોય છે અને તેનાં પર વધારે પડતો ભાર હોય છે
- એકાદ વીજળીનો બલ્બ ફૂટી ગયો હોય અથવા ઉપકરણનો ગેરવપરાશ કરવામાં આવ્યો હોય અથવા કોઇ ખામી થઇ હોય.
- કોઇ ઉપકરણ જેવા કે, ટી.વી., હેર ડ્રાયર અથવા કીટલીની સાથે જોડાયોલી તાર ઢીલી થઇ ગઇ હોય અથવા ખોટી રીતે જોડાઇ હોય.
- સર્કિટમાં પાણી ગયું હોય.
- અગર કોઇ ઉપકરણને લીધે ખામી ઉત્પન્ન થઇ હોય તો, એનો પ્લગ કાઢી નાખો અને વીજળીનાં કુશળ કારીગર અથવા સર્વિસ ઇંજીનીયરને તપાસણી માટે બોલાવો.
- વીજળીની જડેલી વસ્તુઓને હાથ લગાડતાં પહેલાં તમારાં હાથ સૂકાયેલાં હોય એ સુનિશ્ચિત કરો.
શું કરવું
ટ્રિપ સ્વિચને રીસેટ કરવા માટે :
- ટ્રિપ સ્વિચ દેખાડવા માટે કન્ઝ્યુમર યુનિટ પરનાં ઢાકણાંને ખોલો
- ઑફ સ્થિતીમાં કઇ સ્વિચ ટ્રિપ થઇ છે તે તપાસો
- સ્વિચને ફરીથી ઑન સ્થતીમાં રાખો.
અગર ફરી ટ્રિપ થાય તો:
આ કદાચ ઉપકરણની ખામીના લીધે થઇ શકે છે. તમારે એ ઓળખી કાઢવું પડશે કે કઇ સર્કિટ પર અસર પડી છે અને કયું ઉપકરણ એ સર્કિટમાં સમસ્યા ઉત્પન્ન કરી રહ્યું છે.
ખરાબ ઉપકરણ અથવા સૉકેટ ઓળખવા માટે :
- ઘરનાં બધાં ઓરડાઓને તપાસો અને જુઓ કે કઇ લાઇટો અથવા સૉકેટ કામ કરતાં નથી
- એ સમસ્યા કરનારાં સર્કિટ પરનાં બધાં ઉપકરણો કાઢી નાખો અને ઇમર્શન હીટરને બંધ કરો
- ‘ ટ્રિપ્ડ ’ સ્વિચને ઑન સ્થિતીમાં લઇ આવો
- એક એક કરીને ઉપકરણોનાં પ્લગ લગાડો જ્યાર સુધી ટ્રિપ ફરીથી ના થાય (જ્યારે તમે આવું કરતાં હોવ ત્યારે ડબલ એડૅપ્ટર વાપરશો નહી)
- જ્યારે તમને ‘ સમસ્યા ’ વાળું ઉપકરણ મળી જાય તો, એનો પ્લગ કાઢી નાખો
- ‘ ટ્રિપ્ડ સ્વિચ ’ ને ઑન સ્થિતીમાં રીસેટ કરો
- ઉપકરણનો પ્લગ બીજાં સૉકેટમાં લગાડો
- અગર ફરીથી ટ્રિપ થાય તો સમસ્યા ઉપકરણમાં છે – તમારે એનું સમાર કામ કરાવવું પડશે
- અગર ટ્રિપ થતું નથી તો, સમસ્યા પહેલા સૉકેટમાં છે – એને વાપરશો નહી અને આવાસીય સંપર્ક કેન્દ્ર અથવા તમારા ટી.એમ.ઓ.ને સંપર્ક કરો.
