તમારી આવાસીય સેવા વિશે
હેકની હોમ્સ તમને આવાસીય સેવાઓ પૂરી પાડનારી મુખ્ય સંસ્થા છે. જો કે, ત્યાં ઘણાં પાડોશમાં સ્થાવર મિલકતો છે, જ્યાં બધી અથવા કેટલીક સેવાઓનું વ્યવસ્થાપન ટેનન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ટી.એમ.ઓ.) દ્વારા થાય છે.
તમારું હેકની હોમ્સ નેબરહુડ દળ
તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંની બધી ટેનન્સી માટે તમારું નેબરહુડ દળ જવાબદાર છે.
અગર તમને તમારી ટેનન્સી સંબંધમાં કાંઇ પણ પૂછપરછ કરવી હોય અથવા તમારી આવાસીય પરિસ્થિતી વિશે સામાન્ય સલાહ લેવી હોય, તો તમારે તમારી નેબરહુડ ઓફીસમાં ફોન કરવો જોઇએ અથવા મળવા જવું જોઇએ. અમે સાધારણ પણે તમને તરત જવાબ આપી શકીએ છીએ પણ અગર ના આપી શકીએ તો અમે એ સંદર્ભમાં ધ્યાન દઇશું અને જેટલાં જલદી શક્ય હોય તેટલાં જલદી તમને સંપર્ક કરીશું.
તમામ નેબરહુડ અને ટી.એમ.ઓ. ઓફીસનાં સરનામાં, ટેલીફોન નંબરો અને કાર્યાલય ખુલ્લું રહેવાનો સમય આ પુસ્તકની પાછળની બાજુનાં સંપર્ક પત્રક પર છે.
અગર તમને કાર્યાલયમાં આવવું હોય તો, એ એક સારો વિચાર છે કે તમે પહેલેથીજ ફોન કરીને મુલાકાત ગોઠવો જેથી સુનિશ્ચિત થાય કે જ્યારે તમે આવો ત્યારે તમારાં નેબરહુડ દળનો સદસ્ય તમને મળવા માટે નવરો હોય.
અગર તમને તમારી નેબરહુડ ઓફીસમાં જવાનું મુશ્કેલ હોય તો તમારાં નેબરહુડ દળનો સદસ્ય તમને તમારાં ઘરે કાર્યાલયીન સમયમાં મળવા આવી શકે છે.
બધાં ભાડૂતોને અમારી તરફથી આપવામાં આવતી સેવાઓ :
- ટેનન્સી વ્યવસ્થાપન : ઘરો ભાડે આપવાં, ટેનન્સી સંબંધે સલાહ આપવી અને પાડોશીઓ વચ્ચેનાં કોઇ વાદવિવાદો જેવા કે પજવણી અને ઉપદ્રવમાં ધ્યાન દેવું
- ભાડું અને સેવાનાં મહેનતાણાંનું વ્યવસ્થાપન : ભાડું એકત્રિત કરવું, ખાતાં અને બાકી લેણા ને સંભાળવાં
- હાઉસીંગ બેનિફીટ અને કાઉન્સિલ ટેક્સ બેનિફીટનાં દાવાઓ માટે મદદ, અને કલ્યાણ અધિકારો બાબત સલાહ આપવી
- રોજે-રોજનાં સમારકામ અને જાળવણી કરવી
- યોજનાબદ્ધ જાળવણી અને સુધારાઓ કરવાં
- અમારી માલિકીનાં ગેસથી ચાલનારાં ઉપકરણો અને તાપણી યંત્રણાની વાર્ષિક જાળવણી કરવી
- બદલીઓ ગોઠવવી અને ઘરો બદલવાં
- વયસ્કો અને અપંગો માટે સલાહ આપવી, અનુકૂલતા પ્રમાણે બદલ કરવો અને અતિરિક્ત સેવાઓ આપવી
- ખરીદવાનાં હક્ક માટેની અરજીઓની સંભાળ કરવી
- ભાડૂતને સલાહ આપવી અને સહયોગ લેવો
- સ્થાવર મિલકતોનાં વ્યવસ્થાપનમાં સામુહિક વિસ્તારોની જાળવણીનો પણ સમાવેશ કરવો
- સ્વચ્છતા અને મેદાનોની જાળવણી કરવી
- પટ્ટેદારોને સેવાઓ આપવી.
અમારી સમાર કામની સેવાઓ
અમારી પાસે આવાસીય સંપર્ક કેન્દ્ર છે જે સમારકામ માટેની પૂછ-પરછો અથવા તમારી સમસ્યાઓનો વહેવાર કરશે. ત્યારબાદ તેઓ કોઇ પણ સમારકામનો આદેશ સીધો કાર્ય દળને આપશે જે તમારાં વિસ્તારનું કાર્ય હાથ ધરશે. સંપર્ક કેન્દ્ર સ્વચ્છતા અને સ્થાવર મિલકતોની જાળવણીની પૂછ-પરછ બાબત પણ વહેવાર કરશે.
તમે સંપર્ક કેન્દ્ર પર કોઇ પણ સમયે ફોન કરી શકો છો : દિવસનાં 24 કલાક, અઠવાડીયાનાં 7 દિવસ. ફોન નંબર 020 8356 3691 પર.
તમારાં ઘરનું સમારકામ યા તો અમારાં પોતાનાં સમારકામ કાર્યદળનાં સદસ્યો દ્વારા અથવા અમે નિમેલાં ઠેકેદારો દ્વારા હાથ ધરવામાં આવશે.
પ્રાઇડ ઓફ પ્લેસ ઇનામી યોજના
આ યોજના, એ ભાડૂતોને ઇનામો આપે છે જે તેમનું ભાડું સમયસર ભરે છે, તેમનાં ઘરોની સંભાળ રાખે છે, બીજાને આદર આપનારાં પાડોશી છે અને તેમનાં ટેનન્સી કરારની બધી શરતોનું પાલન કરે છે. દર ત્રણ મહીનામાં જે ભાડૂતો યોગ્ય હોય તેઓ એનીમેળે જ ઇનામી ડ્રૉમાં સામેલ થાય છે. ટોચનાં વિજેતાઓને ઘર સજાવટ, ઘરમાં સુધારાઓ અથવા બાગ કામ માટે પૈસાં મળશે.
રહેવાસીઓએ ભાગ લેવો
અમારી પાસે ટેનન્ટ પાર્ટીસિપેશન દળ છે. તેઓ ભાડૂતો અને રહેવાસી જુથોને ટેકો, સલાહ અને પ્રશિક્ષણ આપે છે. આ પુસ્તકની પાછળની બાજુએ સંપર્ક પત્રક જુઓ.
હાઉસીંગ બેનિફીટ અને કાઉન્સિલ ટેક્સ બેનિફીટ
બધી અરજીઓ અને પૂછ-પરછોનો વહેવાર કેલ્ટન હાઉસનાં રેવન્યૂ અને બેનિફીટ દળ દ્વારા કરવામાં આવે છે. અગર તમે કોઇને મળવા ઇચ્છતાં હોવ તો તમે તમારી નેબરહુડ ઓફીસને ફોન કરીને મુલાકાત ગોઠવી શકો છો.
