તમારી ટેનન્સી

મોટાંભાગનાં ભાડૂતો પાસે સુરક્ષિત ટેનન્સી હશે. કેટલાંક ભાડૂતો કે જે હેકની માટે નવાં છે તેઓ પ્રારંભિક ટેનન્સીની માફક શરૂ કરશે.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

શું મારી ટેનન્સી શરતો બદલાઇ શકે છે?

ભાડાનાં સ્તરમાં અને સેવા મહેનતાણાનાં બદલ વગર, કાઉન્સિલ ટેનન્સી કરારની શરતોમાં ફક્ત ત્યારે જ બદલ કરી શકે છે જ્યારે અમે તમારી અને બધાં અન્ય અસરગ્રસ્ત ભાડૂતોની સાથે સલાહ લીધી હોય. સલાહ જુઓ.
જો કે, અગર તમે તમારાં ટેનન્સી કરારનો ભંગ કરો અને અમે તમને ન્યાયાલયમાં લઇ જઇએ તો ન્યાયાલય કદાચ તમારી ટેનન્સી પદચ્યુત ટેનન્સીમાં બદલવાનો આદેશ આપી શકે છે.

શું હું મારાં ઘરમાં જ્યાર સુધી ઇચ્છું ત્યાર સુધી રહી શકું છું ?

અગર તમે હેકની કાઉન્સિલ માટે નવાં છો તો તમારી પાસે એક પ્રારંભિક ટેનન્સી હશે જે ફક્ત 12 મહીનાં માટે હશે. અગર તમે આ ટેનન્સીનાં નિયમોનું પાલન કરો તો, તમને સમયગાળાનાં અંતમાં સુરક્ષિત ટેનન્સી આપવામાં આવશે.
અગર તમે એક સુરક્ષિત ભાડૂત છો તો તમે જ્યાર સુધી ઇચ્છો ત્યાર સુધી તમને ઘરમાં રહેવાનો હક્ક એ શરતે છે કે તમે તમારાં ટેનન્સી કરારની શરતોનું પાલન કરો છો. ટેનન્સીનો ભંગ જુઓ.
અગર તમારું મૃત્યુ થાય તો જોડીદારો અને સંબંધિઓ કે જે તમારી સાથે રહે છે તેમને ટેનન્સી તાબામાં આપવામાં આવી શકે છે. અને અગર તમારું કુટુંબ ભાંગી પડે તો, સહભાડૂતો અને નિમણુક કરેલા જોડીદારો પાસે વિશિષ્ટ હક્કો હોઇ શકે છે. ઘરબારનાં બદલ જુઓ.
અગર તમે તમારાં ઘરમાં રહેતાં નથી અથવા એને તમારાં મુખ્ય ઘર તરીકે વાપરતાં નથી તો, તમે કદાચ તમારાં સુરક્ષિત ભાડૂત તરીકેનાં હક્કો ગુમાવો છો અથવા ઘર પણ ગુમાવો છો.

મારાં શું હક્કો છે?

તમારી પાસે કરારને અનુરૂપ અને કાયદા પ્રમાણેનાં હક્કો છે. તમારાં બધાં કરારને અનુરૂપ હક્કો તમારાં ટેનન્સી કરારમાં રાખવામાં આવેલાં છે. અને તે હેકની કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવેલાં છે. ટેનન્સી કરાર જુઓ. તમારાં કાયદા પ્રમાણેનાં હક્કો સંસદનાં અધિનિયમો તરીકે બનાવવામાં આવેલાં છે. ભાડૂતોનાં હક્કો જુઓ.

પ્રારંભિક ટેનન્સીઓ

અગર તમે હેકની કાઉન્સિલ માટે નવાં છો, તો તમારી પાસે એક પ્રારંભિક ટેનન્સી હશે. અગર તમે ટેનન્સીની શરતોનું પાલન કરો તો તમને 12 મહીના બાદ સુરક્ષિત ટેનન્સી આપવામાં આવશે. પ્રારંભિક ભાડૂતને તેમનું ઘર ખરીદવાનો, ટેનન્સીઓ અન્ય ભાડૂત સાથે અદલા-બદલ કરવાનો કે કોઇને પેટાભાડે રાખવાનો હક્ક નથી.

સુરક્ષિત ટેનન્સીઓ

અગર તમારી પાસે ટેનન્સી ઓછામાં ઓછી એક વર્ષ માટે હોત તો, સાધારણ પણે તમારી પાસે સુરક્ષિત ટેનન્સી હશે. ટેનન્સી સાથે તમારી પાસે ભાડૂતોનાં સંપૂર્ણ હક્કો હશે. ભાડૂતોનાં હક્કો જુઓ.

પદચ્યુત ટેનન્સીઓ

અગર અમને, તમને ન્યાયાલયમાં લઇ જવાની જરૂર પડે કારણકે તમે તમારાં ટેનન્સી કરારની શરતોનું પાલન કર્યું નથી તો ન્યાયાલય કદાચ તમારી સુરક્ષિત ટેનન્સી બદલીને પદચ્યુત ટેનન્સી નક્કી કરી શકે છે. આ તમારાં હક્કો પર અસર કરશે. ભાડૂતોનાં હક્કો જુઓ.

ટેનન્સીનો ભંગ

આ શબ્દ ત્યારે વાપરવામાં આવે છે જ્યારે તમે તમારાં ટેનન્સી કરારની શરતોનું પાલન કરતાં નથી, ઉદાહરણ તરીકે, ભાડું ભરવું નહી, તમારાં પાડોશીઓને પજવવાં અથવા તમને ટેનન્સી મળે એ માટે અમને ખોટી માહિતી આપવી.

અગર તમે તમારી ટેનન્સીનાં ભંગને સુધારો નહી, તો અમારે તમને ન્યાયાલયમાં લઇ જવા પડી શકે છે. તમને અને તમારાં કુટુંબને ઘર છોડાવવામાં આવશે. આ ઘટના થાય એવું અમે ઇચ્છતાં નથી તેથી એ થતું રોકવા માટે અમે તમને ટેકો અને સલાહ આપીશું.

અગર અમે તમને ન્યાયાલયમાં લઇ જવાનો નિર્ણય લઇએ તો :